જામનગર મનપામા ફરી સામે આવ્યું બોગસ રજાચીઠી કૌભાંડ..સેદાણી સહિતનાઓ સામે ફરિયાદ,તપાસ SIT ને સોંપાઈ 

તપાસટીમે મૂળ સુધી જવાની જરૂર 

જામનગર મનપામા ફરી સામે આવ્યું બોગસ રજાચીઠી કૌભાંડ..સેદાણી સહિતનાઓ સામે ફરિયાદ,તપાસ SIT ને સોંપાઈ 

Mysamachar.in-જામનગર

જામનગર મહાનગરપાલિકા આમ તો કોઈને કોઈ વિવાદોને લઈને જાણીતી રહે છે,થોડા સમય પૂર્વે પણ મહાનગરપાલિકા મા બાંધકામોની બોગસ રજાચીઠી નું કૌભાંડ ખુબ ગાજ્યું હતું અને આ ગાજ છેવટે તત્કાલીન ટાઉનપ્લાનીંગ ઓફિસર જે.વી.સેદાણી પર પડી હતી અને તેને નોકરી થી હાથ ધોવાનો તો વારો આવ્યો હતો પણ એસીબી સહિતના કેસોનો સામનો હાલ પણ જગદીશ સેદાણી કરી રહ્યા છે એવામાં સેદાણી ના સમયમાં થયેલ વધુ કેટલીક રજાચીઠી ના કૌભાંડો અંગે જુદી જુદી ત્રણ પોલીસ ફરિયાદો દાખલ થતા જામનગર શહેર મા કેટલીય ચર્ચાઓએ જોર પકડ્યું છે,
તાજેતરમાં જ નોંધાયેલ જુદી જુદી ત્રણ  ફરિયાદો મુજબ વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૭ સુધીના સમયગાળામાં થયેલ બાંધકામોની રજાચિઠીઓની ફાઈલોની તપાસ મનપા દ્વારા ચલાવવામાં આવી રહી હતી અને તપાસના અંતે તત્કાલીન ટાઉન પ્લાનીંગ ઓફિસર જગદીશ સેદાણી અને તેના સહકર્મીઓ દ્વારા બોગસ રજાચિઠીઓ બનાવી તે રજાચીઠી પેટેના ૪.૬૪ લાખ જેટલી રકમ સેદાણી,ચેતન ઠાકર,જતીન પંચોલી ક્લાર્ક,મહર્ષિ યાદવ કોમ્પ્યુટર ઓપરેટર,એમ.આર.જાદવ આર્કિટેક સહીતનાઓએ  સરકારી તિજોરીમાં પૈસા જમા ના કરાવી અને સરકારી નાણાંની ઉચાપત કરેલ હોય તે સબબ ની હાલ મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ઉર્મિલ દેસાઈ એ સીટી એ ડિવીજન પોલીસ મથકમા કાવતરું,બોગસ દસ્તાવેજો સરકારી નાણાની ઉચાપત,સહિતની કલમો હેઠળ ગુન્હો  નોંધાવતા આ મામલાની તપાસ જિલ્લામાં રચવામાં આવેલ સીટ (સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) ને સોંપવામાં આવી છે,

સેદાણી કોના ઈશારે ફાઈલો ક્લીયર કરતા હતા તે તપાસ થવી પણ જરૂરી...
સામાન્ય રીતે મનપામાં અધિકારીઓ કેટલા અને કોના  દબાણને વશ થઈને કામ કરતાં હોય છે, તે બધા જાણે છે પણ જયારે જગદીશ સેદાણી જે ફાઈલો ક્લીયર કરતાં તે (સાચી હોય કે  ખોટી )ત્યારે તે સમયે  શા માટે કોઈ નું ધ્યાન તેના તરફ ના ગયું ઉપરાંત સેદાણી કોના ઈશારે આવી ફાઈલો ક્લીયર કરી અને આ રીતે સરકારી નાણા ની ઉચાપત કરતાં તે  તે આટલા વર્ષે સામે આવ્યું  તે દિશામાં પણ જો તપાસ થાય તો કેટલાય ની કારકિર્દી પર પૂર્ણવિરામ લાગી જાય તેમ છે.