એક જ પરિવારના 6 લોકોની હત્યા બાદ ચોંકાવાનારો ખુલાસો

કેમ કરાઇ હતી હત્યા ?

એક જ પરિવારના 6 લોકોની હત્યા બાદ ચોંકાવાનારો ખુલાસો

Mysamachar.in-દાહોદઃ

ગઇકાલે દાહોદના સંજેલી તાલુકાના મહુડી ગામે એક જ પરિવારના છ સભ્યોની સામુહિક હત્યામાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતક પરિવારના જ એક કૌટુંબીક વ્યક્તિએ મોરબીમાં ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. ત્યારે પોલીસે શંકા વ્યક્ત કરી છે કે દાહોદમાં 6 વ્યક્તિની હત્યા કર્યા બાદ આ વ્યક્તિએ પણ આપઘાત કરી લીધો છે. શુક્રવારે મહુડી ગામે પતિ-પત્ની અને ચાર બાળકો જેમાં એક પુત્રી અને ત્રણ દિકરા ઘરે ઉંધી રહ્યા હતા ત્યારે ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હતી. ત્યારબાદ મોરબીના રફાળેશ્વર ફાટક પર વાંકાનેર મોરબી ડેમુ ટ્રેન નીચે એક વ્યક્તિએ પડતુ મૂકી આપઘાત કર્યાની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. ત્યારબાદ સ્થળ પર પહોંચી તપાસ કરી તો મૃતક વ્યક્તિના ખિસ્સામાં મળેલા ઓળખકાડમાં તે દાહોદના સંજેલીના મહુડી ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. આ જાણીને પોલીસ ચોંકી ઉઠી અને પરિવારના 6 સભ્યોની હત્યા સાથે આ વ્યક્તિના કોઇ તાર જોડાયેલા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે. દાહોદ પોલીસને શંકા છે કે અંગત અદાવતમાં સામુહિક હત્યાકાંડ કરવામાં આવ્યો છે, જ્યારે હાલ હત્યા પાછળનું કારણ જાણવા મળ્યું નથી.