જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન તરીકે પ્રથમ વર્ષ પૂર્ણ થતાં   ગ્રામ્ય પ્રજાની સુખાકારી અને સેવા કાજે કરેલ કામનો  હિસાબ આપતા ચેરમેન કે. બી. ગાગીયા 

જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન તરીકે પ્રથમ વર્ષ પૂર્ણ થતાં   ગ્રામ્ય પ્રજાની સુખાકારી અને સેવા કાજે કરેલ કામનો  હિસાબ આપતા ચેરમેન કે. બી. ગાગીયા 
file image

Mysamachar.in-જામનગર:

આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ઉગતી પ્રતિભા અને યુવા કાર્યકરોના વિઝન થકી "ન્યુ ઇન્ડીયા" ના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રદેશ ભાજપા અને જિલ્લા ભાજપા સંગઠન દ્વારા જિલ્લા પંચાયતની ભણગોર સીટ ઉપર ચુંટણી લડવા માટે ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવામાં આવી અને મારા મત વિસ્તારની પ્રજાએ મારા અગાઉનાં સેવાકાર્યો અને પક્ષની કાર્યશૈલીને ધ્યાને લઇ મારા ઉપર વિશ્વાસ મુકીને મને ર૩૬૩ મતોથી વિજયી બનાવ્યો. ત્યારબાદ પક્ષનાં મોવડીમંડળ તરફથી મને જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિનાં ચેરમેન તરીકેની મહત્વપુર્ણ જવાબદારી સોંપવામાં આવેલ, જેને એક વર્ષ પુર્ણ થાય છે ત્યારે મારી ફરજ બને છે કે ગત એક વર્ષ દરમ્યાન મે નિષ્ઠાપુર્વક કરાવેલ વિકાસ કાર્યોને પ્રજા સમક્ષ રજુ કરૂ.

મારા કાર્યક્ષેત્રમાં આવતા અનેક રસ્તા-પુલોના વિકાસના કામો મંજુર કરાવેલ. તેમજ અમુક કામોની વર્ષોથી માંગણી હતી કે અટકેલા હતા તે કામો હાથ પર લઇ શરૂ કરાવેલ છે. તેમજ વર્ષ દરમ્યાન થયેલ કામો ગુણવત્તા સભર તેમજ સમયસર પુર્ણ થાય તે માટે અધિકારી/કર્મચારીઓને સાથે રાખીને સતત પ્રયત્નશીલ રહીને તમામ વિકાસના કામો કરાવેલ છે. તેનાથી ગ્રામ્ય લોકો માહિતગાર જ છે.જામનગર જિલ્લા પંચાયત હસ્તક છેલ્લા એક વર્ષમાં થયેલ રસ્તા-પુલોના વિકાસ કાર્યો પર આછેરી નજર નાખીએ તો,

-જામનગર તાલુકામાં કુલ 8711 લાખનાં 110 કી.મી.ના રસ્તા-પુલોના કામો મંજુર કરાવેલ છે. જે પૈકી 584 લાખના 27 કી.મી.ના રસ્તા-પુલોના કામો પુર્ણ કરાવેલ છે. જયારે 1027 લાખનાં 58 કી.મી. ના કામો પ્રગતિ હેઠળ છે. જયારે 7100 લાખના 25  કી.મી.ના કામો ટેન્ડર મંજુરી તથા શરૂ કરવાની પ્રક્રિયા હેઠળ છે.

-લાલપુર તાલુકામાં કુલ 8 લાખનાં 70 કી.મી.ના રસ્તા-પુલોના કામો મંજુર કરાવેલ છે. જે પૈકી 56 લાખના 31 કી.મી.નાં કામો પૂર્ણ થયેલ છે અને479 લાખનાં 28 કી.મી.ના કામો પ્રગતિમાં છે. જ્યારે 427 લાખનાં ખર્ચે 11કી.મી.નાં કામો ટેન્ડર મંજુરી તથા શરૂ થવાની પ્રક્રિયા હેઠળ છે.

-કાલાવડ તાલુકામાં કુલ 3821 લાખનાં 116 કી.મી.ના રસ્તા-પુલોના કામો મંજુર કરાવેલ, જે પૈકી 1027 લાખના 60 કી.મી.ના કામો પુર્ણ કરેલ છે અને 415 લાખનાં 24 કી.મી.નાં કામો પ્રગતિ હેઠળ છે. જયારે 2379 લાખના 32 કી.મી.ના કામો ટેન્ડર મંજુરી તથા શરૂ કરવાની પ્રક્રિયા હેઠળ છે. 

-ધ્રોલ તાલુકામાં કુલ 1490 લાખના 14 કી.મી.નાં રસ્તા-પુલોના કાર્યો મંજુર થયેલ. જે પૈકી 45 લાખનુ 3 કી.મી.નું કામ પુર્ણ કરેલ છે અને 420 લાખનુ 7 કી.મી.નું કામ પ્રગતિ હેઠળ છે. જયારે 1025 લાખનાં 4 કી.મી.ના રસ્તા પુલોનાં કામો ટેન્ડર મંજુરી તથા શરૂ કરવાની પ્રક્રિયા હેઠળ છે. 

-જોડીયા તાલુકાના કુલ 1661  લાખનાં 27 કી.મી,ના રસ્તા-પુલોના મંજુર કરાવેલ. જે પૈકી 346 લાખના 18 કી.મી.ના કામો પુર્ણ કરેલ છે જયારે 1315 લાખનાં 9  કી.મી.નાં રસ્તા-પુલોનાં કામો ટેન્ડર મંજુરી તથા શરૂ કરવાની પ્રક્રિયા હેઠળ છે.

-જામજોધપુર તાલુકામાં કુલ 2214 લાખનાં 6 કી.મી.ના રસ્તા-પુલોના કામો મંજુર કરાયેલ. જે પૈકી 191 લાખનાં 13 કી.મી.ના કામો પૂર્ણ કરેલ છે અને 438 લાખનાં 28 કી.મી.નાં કામો પ્રગતિ હેઠળ છે. જ્યારે 1585 લાખનાં 20 કી.મી.ના કામો ટેન્ડર પ્રક્રિયા હેઠળ તથા શરૂ કરવાની પ્રક્રિયા હેઠળ છે.

આમ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના તથા સુવિધાપથ યોજના અને અન્ય યોજના હેઠળ મળીને જામનગર જિલ્લામાં કુલ 398 કી.મી. લંબાઇમાં રસ્તા-પુલો માટે 19365 લાખ મંજુર થયેલ છે. જે પૈકી 2755 લાખનાં ૧૫ર કી.મી.ના કામો પુર્ણ કરેલ છે. જયારે 2779 લાખના 145 કી.મી.ના કામો પ્રગતિ હેઠળ છે. જયારે 13831 લાખનાં કુલ 101 કી.મી. લંબાઇનાં રસ્તા પુલોના કામો ટેન્ડર પ્રક્રિયા હેઠળ તથા શરૂ કરવાની પ્રક્રિયા હેઠળ છે.

જયારે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ જિલ્લાનાં કુલ 110 કી.મી.ના રસ્તાઓ ૫૭૩૨ લાખનાં ખર્ચે મંજુર થયેલ છે. જે પૈકી 1349 લાખના કુલ 21 કી.મી. લંબાઇમાં 2 રસ્તાઓ પુર્ણતાના આરે છે અને 731 લાખનાં 16 કી.મી. લંબાઇના ર રસ્તાઓ પ્રગતિ હેઠળ છે. જયારે 3651 લાખના કુલ 73 કી.મી.લંબાઇના 6 રસ્તાઓ ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે જે ટુંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે.

અગાઉનાં શાસનમાં ખાતમુહુર્ત પછી કામો સમયસર શરૂ થતા નથી અને માત્ર ખાતમુહુર્ત સમારંભો થયેલ હોવાના અનેક બનાવો બનેલ. જયારે અમોએ વ્યક્તિગત રીતે ધ્યાન આપીને ખાતમુહુર્ત કરવાની સાથે જ કામો શરૂ કરવાના ખાસ પ્રયત્નો કરેલ છે. ઉપરાંત અધિકારી/કર્મચારીઓને સુચના આપીને એસ.ઓ.આર. થી નીચા ભાવના કામો હોવા છતાં સ્પેશીફીકેશન મુજબ ગુણવત્તા યુકત કામો કરાવેલ છે.

આ તમામ કામોને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે ગુજરાત રાજયનાં માન. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી, તેમજ તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને માર્ગ મકાન મંત્રી નિતિન પટેલ, સાંસદ પૂનમબેન માડમ, કેબીનેટ મંત્રી રાઘવજી પટેલ તથા સ્થાનિક કક્ષાએ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘરમશી ચનિયારા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, પૂર્વ કેબીનેટ મંત્રી ચીમન શાપરીયા, જિલ્લા મહામંત્રીઓ દિલીપ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, મનોજ જાની તથા જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા તેમજ બાંધકામ સમિતિના મારા સાથી સભ્યો ભરત બોરસદીયા, નયનાબેન રણછોડભાઇ પરમાર તથા ચંદ્રીકાબેન જેઠાલાલ અઘેરા સહિત તમામ આગેવાનોનો સાથ સહકાર અને માર્ગદર્શન પ્રાપ્ત થયેલ છે. તે બદલ તેઓનો આભર પણ વ્યક્ત કરેલ છે.