એક તરફ સ્ત્રી સશક્તિકરણની વાત,બીજી તરફ સ્ત્રીને જ લાત..

રેશ્મા પટેલે કઈક આવું કર્યું ટ્વીટ..

એક તરફ સ્ત્રી સશક્તિકરણની વાત,બીજી તરફ સ્ત્રીને જ લાત..

Mysamachar.in-અમદાવાદ:

હજુ હમણાંની જ વાત છે કે લોકસભાની ચૂંટણીમાં ગુજરાત સહિત દેશમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી અને આ જ ભાજપના નેતાઓ મંચ પરથી અનેક વખત સ્ત્રી સશક્તિકરણની વાતો કરતા સાંભળવા મળ્યા હશે. લોકસભાની ચૂંટણી દરમ્યાન જે નેતાઓ ગલીએ-ગલીએ ફરીને લોકો પાસે મતની ભીખ માંગી રહ્યા હતા,તેઓ જીત બાદ સત્તાનો પાવર બતાવતા દેખાઈ રહ્યાનો એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે,

પાણીની સમસ્યા લઈને ભાજપના ધારાસભ્ય પાસે ગયેલી મહિલાને ધારાસભ્યએ જાહેરમાં લાતો મારતો વીડિયો વાઈરલ થતા લોકો આ ધારાસભ્ય પર ફીટકાર વરસાવી રહ્યા છે.પણ જ્યારે માધ્યમો દ્વારા ધારાસભ્યને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહી દીધું કે,મારાથી ભૂલથી મહિલાને લાત વાગી ગઈ હતી.


અમદાવાદના નરોડા વિસ્તારના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીનો મહિલાને માર મારતો વીડિયો વાયરલ થયો હતો.મેઘાણીનગર બંગલા એરિયામાં ધારાસભ્ય કાર્યાલય પર પાણીના મુદ્દે મહિલા રજૂઆત કરવા માટે ગઈ હતી.ત્યારે ધારાસભ્ય બલરામ થવાણીએ પિત્તો ગુમાવ્યો હતો અને મહિલાને જમીન પર પટકીને બેફામ માર માર્યો હતો.

જે મહિલાને ધારાસભ્ય બલરામ થાવાણીએ લાતો મારી હતી જે બાદ ધારાસભ્યએ પોતાનો બચાવ કર્યો,અને કહ્યું કે મહિલા અને તેના પતિએ સૌ પ્રથમ હુમલો કર્યો હતો.તેમણે કહ્યું કે,મને કોઈએ પાછળથી ફેંટ મારી,ત્યારે પોતાનો બચાવ કરવામાં હું કૂદયો હતો.હું બચાવમાં બહાર પડ્યો,અને મારી લાત લાગી ગઈ. પોતાના બચાવમાં મેં આવું કર્યું છે.


ઘટના બાદ રેશ્મા પટેલનુ ટ્વીટ

ગઇકાલની આ શરમ જનક ઘટના બાદ મહિલા નેતા રેશ્મા પટેલે ટ્વીટ કરીને ભાજપની આકરી જાટકણી કાઢતા લખ્યું છે કે ભાજપના નેતાની આ નામર્દાનગી છે અને ભાજપ સતાના નશામા ચકનાચૂર છે મહિલા સશક્તિકરણની વાતો કરનાર ભાજપ હવે આ ધારાસભ્ય પર શું પગલાં લેશે.