વધુ એક પ્રસંગમાં જમણવાર બાદ ફૂડપોઈઝ્નીગ, 200 લોકોને થઇ અસર 

આ વખતે ઉનાળામાં કેટલાય જીલ્લામાં પ્રસંગોમાં બન્યા બનાવ 

વધુ એક પ્રસંગમાં જમણવાર બાદ ફૂડપોઈઝ્નીગ, 200 લોકોને થઇ અસર 

Mysamachar.in-છોટાઉદેપુર:

આ વર્ષે ઉનાળામાં લગ્નપ્રસંગમાં ફૂડ પોઈઝનિંગના કેસ વધી રહ્યાં છે. વીસનગર, ભાવનગર, સુરત બાદ હવે છોટાઉદેપુરમાં લગ્ન પ્રસંગે એકસાથે 200 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા અફરાતફરી મચી જવા પામી છે છોટાઉદેપુરમાં આવેલ કસ્બા વિસ્તારમાં લગ્ન પ્રસંગે જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. એક પરિવારમાં દીકરીના લગ્ન પ્રસંગે વડોદરાથી જાન આવી હતી. જેમાં બપોરના જમણવાર બાદ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થવાની શરૂઆત થઈ હતી.

એક પછી એક લોકોને અસર થતા તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેને પગલે જિલ્લાનુ આરોગ્ય તંત્ર દોડતુ થયુ હતું. એક પછી એક એમ 200 જેટલા દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. વડોદરાથી આવેલા જાનૈયાઓને પણ ખોરાકી ઝેરની અસર થઈ હતી. ત્યારે સ્થાનિક હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી. હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દર્દીઓ વધતા હોસ્પિટલમાં બેડ પણ ખૂટી પડ્યા હતા. જોકે હાલ તમામની હાલત સ્થિર હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.