10 ઓગસ્ટથી ફરી દોડશે ઓખા નાથદ્વારા એક્સપ્રેસ

ટિકિટનું બુકિંગ 4 ઓગસ્ટથી થશે

10 ઓગસ્ટથી ફરી દોડશે ઓખા નાથદ્વારા એક્સપ્રેસ

Mysamachar.in:રાજકોટ

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ટ્રેન નંબર 19575/19576 ઓખા-નાથદ્વારા એક્સપ્રેસને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.ટ્રેન નંબર 19575 ઓખા - નાથદ્વારા એક્સપ્રેસ ઓખાથી દર બુધવારે સવારે 08:20 વાગે ઉપડશે, રાજકોટ તે જ દિવસે બપોરે 12.41 વાગે પહોંચશે અને બીજા દિવસે 06:30 વાગે નાથદ્વારા પહોંચશે. આ ટ્રેન 10મી ઓગસ્ટ, 2022થી આગળની સૂચના સુધી ચાલશે.એ જ રીતે ટ્રેન નંબર 19576 નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ દર ગુરુવારે રાત્રે 20:30 વાગે નાથદ્વારાથી ઉપડશે અને બીજા દિવસે રાજકોટ બપોરે 13:50 વાગ્યે અને ઓખા સાંજે 18:55 વાગે પહોંચશે. આ ટ્રેન 11 ઓગસ્ટ, 2022 થી આગળની સૂચનાસુધીચાલશે.આટ્રેનદ્વારકા,ખંભાળિયા,જામનગર,હાપા,રાજકોટ,વાંકાનેર,સુરેન્દ્રનગર,અમદાવાદ,નડિયાદ,આણંદ,છાયાપુરી,દાહોદ,રતલામ,મંદસૌર,નીમચ,ચિત્તોડગઢઅને માવલીસ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં કુલ 23 કોચ હશે જેમાં 2 સેકન્ડ એસી, 6 થર્ડ એસી, 9 સેકન્ડ સ્લીપર, 4 જનરલ અને 2 લગેજ વાન કોચ હશે.ટ્રેન નંબર 19575 ઓખા-નાથદ્વાર એક્સપ્રેસમાં ટિકિટનું બુકિંગ 4 ઓગસ્ટ, 2022થી PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચરને લગતી વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.