ફટાકડાને જરાપણ મસ્તીમાં ના લેશો, મોઢામાં સુતળી બોમ્બ ફૂટ્યો અને...

તાળવા અને હોઠ વચ્ચે થઇ ગયું મોટું અંતર 

ફટાકડાને જરાપણ મસ્તીમાં ના લેશો, મોઢામાં સુતળી બોમ્બ ફૂટ્યો અને...

Mysamachar.in-સુરત:

આપણે ત્યાં સામાન્ય રીતે લોકો ફટાકડા ફોડતા હોય ત્યારે કેટલીય વખતે ફટાકડાને લઈને મસ્તી મજાકમાં લાગી જતા હોય છે, પણ આ મસ્તી મજાક કેવા અઘરા પડી જાય તેનો એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે, વાત કઈક એવી છે કે સુરતના પાંડેસરા ગોવાલક નગર નજીક રહેતો મૂળ બિહારી યુવક 27 વર્ષીય પિન્ટુ નરેશ યાદવ શનિવારના રોજ રાતે તેના મિત્રો સાથે ડીજેની ધૂન પર ફટાકડા ફોડી રહ્યા હતા. દરમિયાન મિત્રો વચ્ચે લાગેલી શરતમાં યુવકે તેના મોંઢામાં બોમ્બ ફોડયો હતો. જેને લઇને તે ગંભીર રીતે દાઝી ગયો હતો. અને ઘટનાસ્થળે જ બેભાન થઇ જતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


જ્યાં તેની સારવાર દરમિયાન તેના નીંચેના હોઠના ભાગે 15 ટાંકા આવ્યા હતા. જ્યારે તાળવાના ભાગે ગંભીર ઇજા થઇ છે. જો કે, સિવિલ ખાતે તબીબોને તથા પોલીસ સમક્ષ આ ઘટના અંગે બે પ્રકારની વિગતો સામે આવી છે. જેમા એક વાતમાં આ યુવકે મોંઢામાં બોમ્બ ફોડયાનુ ઘણાં કહી રહ્યા છે. જ્યારે અન્ય વાત મુજબ, યુવકો ડીજેની ધૂને ડાન્સ કરી રહ્યા હતા અને ફટાક્ડા ફોડી રહ્યા હતા ત્યારે બોમ્બ ઉછળીને આ યુવકના ચહેરા નજીક આવ્યો હતો. જ્યાં ફૂટતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો. જો કે, આ પ્રકારની બે વાત વચ્ચે ખરી હકિકત યુવક ભાનમાં આવ્યા બાદ જ સ્પષ્ટ થઇ શકશે હાલ તેની સઘન સારવાર ચાલી રહી છે.