પોસ્ટ ઑફિસ માટે બહાર પડી ભરતી, પગાર 19,000

જાણો સંપૂર્ણ વિગત

 પોસ્ટ ઑફિસ માટે બહાર પડી ભરતી, પગાર 19,000

Mysamachar.in-જામનગરઃ

ભારતીય પોસ્ટ વિભાગે 10 પાસ માટે સ્ટાફ કાર ડ્રાઈવર માટે કુલ 10 વેકેન્સી બહાર પાડી છે. યોગ્ય ઉમેદવાર આ પદ માટે ઓફલાઈન પોસ્ટ દ્વારા અરજી મોકલાવી શકે છે. અરજી મોકલવાની અંતિમ તારીખ 13 નવેમ્બર 2019 છે. પોસ્ટમાં સ્ટાફ ડ્રાઇવર માટે કુલ જગ્યા 10 છે, જેમાં 5 જનરલ કેટેગરી માટે છે. જ્યારે પાંચ અનામત ઉમેદવારો માટે છે. આ પદ માટેની યોગ્યતામાં વ્યક્તિ ધોરણ-10 પાસ હોવો જોઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખ 13 નવેમ્બર છે.

વ્યક્તિ પાસે હળવા અને ભારે વાહન ચલાવવાનું પ્રમાણિત લાઇસન્સ હોવું જોઇએ. આ સિવાય મોટર મિકેનિઝમની માહિતી હોવા સાથે-સાથે ઓછામાં-ઓછો ત્રર્ણ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. આ પદ માટે અરજી કરનાર ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 જ્યારે વધુમાં વધુ ઉંમર 27 વર્ષ હોવી જોઇએ. એસસી/એસટી ઉમેદવારોને 5 વર્ષ જ્યારે ઓબીસી ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે. આ પદ માટે 19,900 પગાર આપવામાં આવશે. આ સિવાય અરજી કરવા માટે 100 રૂપિયા આપવાના રહેશે. અરજીન્ની ચૂકવણી ઈન્ડીયન પોસ્ટલ ઓર્ડર દ્વારા કરવાની રહેશે.આ પદ માટે ઉમેદવારની પસંદગી તેની શૈક્ષણિક લાયકાત ઉપરાંત ડ્રાઈવિંગ ટેસ્ટમાં પ્રદર્શનના આધારે કરવામાં આવશે.