દારૂ ઘુસાડવાની બુટલેગરોની નવી ટ્રીક આવી સામે..

જાણો કઈ રીતે ઘુસાડતા દારૂ

દારૂ ઘુસાડવાની બુટલેગરોની નવી ટ્રીક આવી સામે..

Mysamachar.in-વડોદરા: 

ગુજરાતમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા નીતનવા કીમિયાઓ અજમાવીને પોલીસની આંખમાં ધૂળ નાખવાનું વધુ એક વખત પ્રયાસ કરીને ટેમ્પાની પાછળના ભાગે તિજોરીના લોકરની માફક બોક્સ બનાવી તેમાં દારૂ છૂપાવી સપ્લાઈ કરવામાં આવે તે પહેલા અધવચ્ચેથી જ પોલીસે દારૂનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળતા બુટલેગરોને વધુ એક વખત નવતર કીમિયો નિષ્ફળ ગયો છે,

ભરુચ નજીક કરજણ નેશનલ હાઇવે પર આવેલ ટોલ નાકા પાસેથી આરઆરસેલની ટીમે ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા બે અલગ અલગ ટેમ્પામાંથી બે શખસોને કુલ રૂ. 2.62 લાખના જથ્થા સાથે ઝડપી પાડયા હતાં,

કરજણ નેશનલ હાઇવે પર ભરૂચથી વડોદરા તરફ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો અલગ અલગ બે ટેમ્પામાં જઇ રહ્યો હોવાની બાતમીના આધારે આરઆરસેલની ટીમ દ્વારા ટોલ નાકા પર વોચમાં ગોઠવી હતી અને ટોલનાકા પર આ ટેમ્પો આવતા તેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 350 જેની કિંમત રૂ. એક લાખ ચાલીસ હજાર તથા બીજા ટેમ્પામાં દારૂની બોટલ નંગ 305 કિંમત રૂ. એક લાખ બાવીસ હજાર બંને ટેમ્પામાં કુલ કિંમત રૂ. ચાર લાખ તથા મોબાઇલ નંગની કિંમત રૂ. એક હજાર પાંચસો મળી કુલ રૂ. 6.63 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડયો છે,

આ ગુન્હામાં દારૂ ઘુસાડવાની વિશિષ્ટ્તા એવી હતી કે ટેમ્પાના પાછળના ભાગે નીચે તિજોરીના લોકરની માફક બોક્સ બનાવી તેમાં દારૂ છૂપાવી લઇ જવાતો હોવાની બુટલેગરોની નવી ટ્રીકનો ખુલાસો થયો હતો અને  રાકેશ તારાચંદ પાટીલ રહે. સુરત તથા વિલાસ સુરેશ જગતાપ નામના મહારાષ્ટ્રના શખ્સની ધરપકડ કરી છે અને ઝડપાયેલ દારૂના જથ્થા બાબતે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી  છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.