ગુલાબનગર નજીક બે મકાનોના તાળા તૂટતા પોલીસ પહોચી

એકમાં થી તસ્કરોને કાઈ હાથ ના લાગ્યું

ગુલાબનગર નજીક બે મકાનોના તાળા તૂટતા પોલીસ પહોચી

Mysamachar.in-જામનગર:

જામનગરમા જુગારની મોસમ સાથે ચોરીની પણ મોસમ ખીલી હોય તેમ લાગે છે, ગત રવિવારે જ તસ્કરોએ તળાવનીપાળ નજીક આવેલ એક કરીયાણાની દુકાનને નિશાન બનાવી અને રોકડરકમની ચોરી કર્યાનું સીસીટીવીમા કેદ થયું હતું, ત્યાં જ શહેરના ગુલાબનગર નજીક આવેલ રાજમોતી સોસાયટીમા બે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યાનું સામે આવતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી અને તપાસ શરૂ કરી છે, તસ્કરોએ નિશાન બનાવેલા બે મકાનોમાંથી એકમા થી અંદાજે ૫૦,૦૦૦ જેવી રોકડ ચોરી થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવે છે, જયારે અન્ય એક મકાનમાં થી તસ્કરોને ખાલીહાથ પાછુ ફરવું પડ્યું છે, પોલીસ સ્થળ પર પહોચીને વધુ તપાસ કરી રહી છે.