Mysamachar.in-રાજકોટ:
રાજકોટના કરણસિંહજી રોડ પર હોટલ નોવામાં એક ઘટના સામે આવી છે, હોટલના રૂમ નંમબર 301 માં કાલાવડની યુવતીનું મોત નીપજ્યું છે જયારે ભૂજના યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હોટેલના રૂમમાંથી કાલાવડની 19 વર્ષીય ધ્રુવા જોશી નામની યુવતીની લાશ મળી છે. હોટલના 301 નંબરના રૂમમાં ધ્રુવાની લાશ બેડ પર પડી હતી. સાથે જ બેડ પર લોહીના નિશાન હોવાથી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી કે, આ હત્યા છે કે આત્મહત્યા?? તે જાણવા પોલીસે તપાસ શરુ કરી છે.જામનગર જીલ્લાના કાલાવડની ધ્રુવા જોશી અને યુવકનું નામ જેમીશ દેવાયતકા હોવાનું અને બન્ને સવારથી નોવા હોટલમાં રોકાયા હત્યા અને આપઘાત પ્રયાસ મામલે પોલીસે સ્થળ પર દોડી જઈ તપાસ શરુ કરી છે, પોલીસે બન્ને એટલે કે યુવક અને યુવતીના ફોન કબ્જે કર્યા જેમાંથી ફોનમાંથી પોલીસને રેકોર્ડીંગ પણ મળી આવ્યા છે.હાલ આ મામલે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી અને અલગ અલગ દિશામાં તપાસ શરુ કરી છે.આ ઘટનામાં યુવતીનું મોત નીપજ્યું છે જયારે એસીડ પી આપઘાતનો પ્રયાસ કરનાર યુવક હાલ સારવાર હેઠળ છે.