લાલપુરના મોટી રાફુદળ ગામે યુવકની હત્યા

એલસીબી સ્થાનિક પોલીસ સહિતની ટીમો લાગી તપાસમા

લાલપુરના મોટી રાફુદળ ગામે યુવકની હત્યા

Mysamachar.in-જામનગર

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના મોટીરાફુદળ ગામે આજે યુવકની હત્યાની ઘટના સામે આવી છે, યુવકની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા જામનગરથી એલસીબી સહિતનો કાફલો પણ સ્થાનિક પોલીસ સાથે તપાસમાં જોડાયો છે, મૂળ લાલપુર તાલુકાના મોટીરાફુદળ ગામનો અને હાલ જામનગરના ગોકુલનગરમાં વસવાટ કરતા એક 35 વર્ષીય યુવકની લાશ લાલપુરથી ચારેક કિલોમીટર દુર આવેલ ગજણા ગામ નજીકથી રાંધનવો નદી પસાર થાય છે તેની નજીક બાવળની જાળીમાંથી મળી આવતા પોલીસે યુવકની ઓળખ મેળવી ક્યાં કારણોસર અને શા માટે હત્યા કરવામાં આવી તેની તપાસ કરી રહી છે.