સાતરસ્તા નજીક યુવાનની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા...

પોલીસ લાગી તપાસમાં.

સાતરસ્તા નજીક યુવાનની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા...

Mysamachar.in-જામનગર:

હજુ તો હમણાંની જ વાત છે કે સાધનાકોલોની વિસ્તારમાં પોતાના બે કાકા સાથે વસવાટ કરતાં ભત્રીજાનું ઢીમ તેનાજ કાકાઓ ઢાળી દીધાની ઘટના પરથી પોલીસે પરદો ઊંચક્યો છે,ત્યાં જ આજે જામનગરના ભરચક્ક અને ૨૪ કલાક લોકોની અવરજવરવાળા સાતરસ્તા સર્કલમા એક યુવકની હત્યાના બનાવ થી શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે,

પ્રાથમિક માહિતી જાણવા મળે છે તે મુજબ મૃતક યુવકનું નામ દીપક હોવાનું  અને તે જેલમાં ટીફીન પહોચાડવાનું કામ કરતો હતો.આજે થોડીવાર પૂર્વે તે સાતરસ્તા નજીક થી પસાર થઇ રહ્યો હતો ત્યારે છરી જેવા તીક્ષ્ણ હથિયારોના ઘા ઉપરા-છાપરી ઘા ઝીંકી અને તેની હત્યા નીપજાવવાનો મામલો સામે આવ્યા બાદ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે,દીપકની હત્યા કોને અને ક્યાં કારણોસર કરી તે હજુ સુધી સામે આવી શક્યું નથી.