Mysamachar.in-જામનગર
રાજકોટમાં એઇમ્સ નિર્માણ થનાર છે, તેની પ્રથમ એજન્ડા મીટીંગ નવી દીલ્હીમાં આજરોજ યોજાઇ હતી તેમાં કમીટી મેમ્બર એવા જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતા રાજકોટમાં કાર્યરત થનાર ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ-AIIMS અંગેની કમીટીની પ્રથમ મહત્વની એજન્ડા મીટીંગ નવીદીલ્હી ખાતે આજરોજ મળી, તેમાં ઉપસ્થિત રહી, સંસદસભ્ય પૂનમબેન માડમએ “એઇમ્સ” થી સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતને સુપરસ્પેશ્યાલીટી મેડીકલ સર્વિસીઝ નો લાભ મળનાર હોઇ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં “સ્વસ્થ ભારત”ના ઉમદા હેતુના પરિપ્રેક્ષ્યને સંબંધીત જરૂરી સુચનો કર્યા હતા.પુનમબેન માડમને આ કમિટીમાં સ્થાન મળવું તે જામનગર માટે પણ ગૌરવની વાત છે.