Mysamachar.in-જામનગર:
જામનગર જામનગર જીલ્લા પંચાયત ખાતે આજરોજ ખાસ કારોબારી સમિતીની બેઠક મળેલ હતી, જેમાં આમંત્રીત તરીકે સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહેલ હતા.જામનગર જીલ્લા પંચાયત કચેરી ખાતે આજે વર્ષની ત્રીજી ખાસ કારોબારી સમિતીની બેઠક મળેલ હતી જેમાં સાંસદ પૂનમબેન માડમને આમંત્રીત તરીકે નિમંત્રણ મળતા સાંસદ જીલ્લા પંચાયત કચેરીની મુલાકાત લઈ આ બેઠકમાં ઉપસ્થિત રહી જીલ્લા પંચાયત કચેરી ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ, કારોબારી સમિતી ચેરમેન તથા વિવિધ સમિતીના અધ્યક્ષઓ, જીલ્લા પંચાયત સદસ્યઓ, જીલ્લા વિકાસ અધિકારી તથા જીલ્લા પંચાયતના વિવિધ શાખાના અધિકારીઓ સાથે પરામર્શ બેઠક કરી હતી. તમામ પદાધિકારી અને અધિકારીઓએ પરસ્પર સંકલન જાળવી ગ્રામ્ય વિસ્તારના રોડ, રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ વિગેરે વિષયક પ્રશ્નોનું ઝડપી યોગ્ય નિરાકરણ લાવી કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાકીય લાભો પાત્ર લાભાર્થી વ્યક્તિ સુધી પહોંચે તે માટે અનુરોધ કરી બેઠકમાં જરૂરી સુચનો કર્યા હતા.