સાસુએ જમાઈને મારી લાત અને થયું મોત...

જાણો શું હતો મામલો અને કેમ થયું આવું 

સાસુએ જમાઈને મારી લાત અને થયું મોત...
symbolic image

Mysamachar.in-તાપી:

રાજ્યમાં સાસુ એ જમાઈનું કાસળ કાઢી નાખ્યાની ઘટના સામે આવી છે, વાત એવી છે કે તાપીના આમકુટી ગામે જમાઇના ઘરે ગુરૂવારે દીકરીનો જન્મ થયો હોવાથી તેના સાસુ રવિવારે મોડી સાંજે જમાઇના ઘરે પહોચ્યા હતા, અને જન્મેલી બાળકીનું નામકરણ કરવા બાબતે સાસુએ જણાવ્યું હતું. પરંતુ બાળકીના જન્મના 4 દિવસ થયા હોય, 5 દિવસે નામાકરણ કરવાની જમાઇએ વાત કરતા, સાસુ આવેશમાં આવી જમાઇ સાથે ઝપા-ઝપી કરી, ઘરમાંથી જમાઇને આંગણામાં ખેચી જઇ જમાઈને ગુપ્ત ભાગે લાત મારી દેતા નીચે પટકાયો હતો. જે બાદ તેને સારવાર માટે લઇ જતાં રસ્તામાં જ જમાઇનું મોત થયું હતું. પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને પી.એમ.રીપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરશે તેમ જાણવા મળે છે.