પત્નીને મોતને ઘાટ ઉતારવા માતા પુત્ર થયા એક..

ખંભાળિયાનો બનાવ

પત્નીને મોતને ઘાટ ઉતારવા માતા પુત્ર થયા એક..

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

સ્ત્રી અત્યાચારના વધી રહેલા કિસ્સાઓમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પત્નીને મોતને ઘાટ ઉતારવા માતા અને પુત્ર એક થયાનો બનાવ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકાના કોલવા ગામે સામે આવ્યા બાદ પોલીસમથક સુધી પહોચ્યો છે.

પોલીસે ચોપડે નોંધાયેલ વિગતો પર નજર કરવામાં આવે તો ખંભાળિયા તાલુકાના કોલવા ગામે રહેતા ક્રિષ્નાબેન ના લગ્ન થોડાવર્ષ પૂર્વે દેવરાજભાઈ જોડ સાથે થયેલા હતા,જે બાદ લગ્નજીવન દરમિયાન ક્રિષ્નાબેનને કોઈ સંતાન ના હોય ઉપરાંત ઘરકામ બાબતે પણ અવારનવાર પતિ દેવરાજ અને સાસુ કમલાબેન માનસિક શારીરિક દુઃખત્રાસ આપતા હોય અને હદ તો ત્યારે થઇ ગઈ જયારે માતા પુત્રએ સાથે મળી બળજબરી કરી અને ક્રિષ્નાબેનને ફિનાઈલ પીવડાવી અને તેની હત્યા કરવાની કોશિશ કરી..

સમગ્ર મામલે ક્રિષ્નાબેનજોડએ પતિ દેવરાજ અને સાસુ કમલાબેન વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.