જીજી હોસ્પીટલમાં દાખલ દર્દીઓમાંથી 50 ટકાથી વધુ બીજા જિલ્લાઓના, જામનગર સરકારી કોવીડ હોસ્પિટલના બેડની ક્ષમતા પૂરી

મોરબી અને રાજકોટના દર્દીઓની સંખ્યા વધુ

જીજી હોસ્પીટલમાં દાખલ દર્દીઓમાંથી 50 ટકાથી વધુ બીજા જિલ્લાઓના, જામનગર સરકારી કોવીડ હોસ્પિટલના બેડની ક્ષમતા પૂરી

Mysamachar.in-જામનગર

જામનગર શહેર અને જીલ્લામાં કોરોના પોજીટીવ કેસોની વધતી સંખ્યા ઉપરાંત આસપાસના અન્ય જીલ્લોમાંથી પણ લોકો જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર લેવા માટે આવી રહ્યા છે, ત્યારે જામનગર જીજી હોસ્પીટલની કેપેસીટી આજની તારીખે પૂર્ણ થઇ ગઈ હોવાનું સામે આવી રહ્યું છે, જામનગર જીજી હોસ્પીટલની કુલ 1200 બેડની ક્ષમતા સામે હાલ 1302 બેડ ભરાયેલા હોવાનું જાહેર કરવમાં આવ્યું છે. નોન આઈસીયુ ઓક્સીજન બેડ 965 સામે હાલ 1067 ભરાયેલા છે તો વેન્ટીલેટર સાથેના 235 સામે 235 ભરાયેલા છે. આમ કુલ બેડ 1200 સામે 1302 બેડ હાલ ભરાયેલા છે, જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર રવિશંકરના માર્ગદર્શન હેઠળ  હોસ્પિટલ તંત્ર દ્વારા જરૂરી તમામ કાર્યવાહી શરુ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર સરકારી જીજી હોસ્પીટલમાં હાલ દાખલ દર્દીઓમાંથી 50% દર્દીઓ અન્ય જિલ્લાઓના છે, તો છેલ્લા 24 કલાકમાં દાખલ થયેલ દર્દીઓમાંથી 104 દર્દીઓ મોરબી જયારે 28 દર્દીઓ રાજકોટના હોવાનું જાણવા મળે છે. આમ અન્ય જિલ્લાઓના દર્દીઓ પણ જે રીતે જામનગર સરકારી હોસ્પિટલમાં આવી રહ્યા છે તેને લઈને જામનગર જીજી હોસ્પીટલની ક્ષમતા પૂર્ણ થઇ ચુકી છે. ત્યારે કુદરત હવે દયા કરે અને કોરોનાનો કહેર ઘટે તેવી પ્રાર્થના સૌ કોઈ કરી રહ્યા છે.