દેવભૂમિ દ્વારકા:જિલ્લામાં 1200થી વધુ બાળકોએ  મેળવ્યો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ

સરકારી કર્મચારીઓ તથા સરકારી શિક્ષકના 500થી વધારે બાળકો પણ સરકારી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે

દેવભૂમિ દ્વારકા:જિલ્લામાં 1200થી વધુ બાળકોએ  મેળવ્યો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ
symbolice image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

આજના આધુનિક યુગમાં શિક્ષણ પાયાની જરૂરિયાત છે. બાળક, યુવાન કે વૃદ્ધ કોઈપણ હોય શિક્ષણ વગર એકદમ શૂન્ય છે. હવે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ મેળવતા ખચકાટ અનુભવતા નથી તેવો દાખલો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળ્યો છે.ખાનગી શાળામાં મોંઘા શિક્ષણના લીધે ઘણા ખરા બાળકોનું શ્રેષ્ઠ શિક્ષણ મેળવવાનું સપનું અધૂરું રહી જાય છે.ત્યારે હાલમાં રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ શિક્ષણ માટે યોજના થકી બાળકોને પ્રોત્સાહિત કરી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાનગી શાળામાંથી સરકારી શાળામાં બાળકો પ્રવેશ કરી ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યુ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 1200થી વધારે વિદ્યાર્થીઓને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં જામકલ્યાણપુર તાલુકામાં 333, દ્વારકા તાલુકામાં 182, ખંભાળિયા તાલુકામાં 483 તથા ભાણવડ તાલુકામાં 223 સમાવેશ થઈ છે. જેમાં ધો.1 માં 15, ધો.2 માં 125, ધો.3 માં 158, ધો.4માં 223, ધો.5 માં  206, ધો.6 માં 230, ૨૩૦, ધો.7માં 149 તથા ધો.8 માં 115 વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી કર્મચારીઓ તથા સરકારી શિક્ષકના 500થી વધારે બાળકો પણ સરકારી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. જેમાં જામકલ્યાણપુર તાલુકામાં 210, દ્વારકામાં 28, ખંભાળિયામાં 136 તથા ભાણવડ તાલુકામાં 148 બાળકોનો સમાવેશ થાય છે.

જ્યારે સરકારી પ્રાથમિક શાળામાં વર્ષ 2021/22 ની સાપેક્ષે 2022/23 માં વધારે બાળકો પ્રવેશ મેળવ્યો છે. જેમાં વર્ષ 2021/22માં કુલ 6792 થી વધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો જેમાં 3503 કુમાર અને 3289 કન્યા તથા 2022/23 કુલ 8660 વિધાર્થીઓ જેમાં 4235 કુમાર તથા 4425 કન્યા સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારની વિવિધ યોજનાઓ લીધે વાલીઓ તથા વિદ્યાર્થીઓને સરકારી શાળામાં વિશ્વાસ વધ્યો છે. આજે શાળાઓના સ્માર્ટ બોર્ડ દ્વારા ગુણવતાયુક્ત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેમજ બાળકોનો શારીરિક કે માનસિક વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે.