દારૂ ઘુસાડવાનો આવો આઈડિયા જોઈને પોલીસ પણ ચોંકી ગઈ

આવી મોડસ ઓપરેન્ડરીથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્લાનિંગ પર પોલીસે પાણી ફેરવ્યું, મોટો જથ્થો જપ્ત

દારૂ ઘુસાડવાનો આવો આઈડિયા જોઈને પોલીસ પણ ચોંકી ગઈ

Mysamachar.in-મોરબી

સૌરાષ્ટ્રમાં દારૂ ઘુસાડવાના અનેક આઈડિયા પર પોલીસે કેટલીયવાર પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને રાત્રી દરમિયાન થતી ટ્રકની અવરજવરની આડમાં સમયાંતરે દારૂનો મોટો સ્ટોક પકડાય છે. આવી જ એક ચોક્કસ બાતમીના આધારે મોરબી પોલીસે દારૂનો મોટો જથ્થો જપ્ત કરી લીધો છે. વિદેશી દારૂની બોટલ રાજ્યમાં ઘુસાડવા માટે ટ્રક ચાલકો અનેક યુક્તિ અજમાવતા હોય છે.

મોરબી પોલીસને આ અંગે એક ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ટીમે કાર્યવાહી કરી છે. પણ આ કેસમાં બુટલેગરોએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. જે જોઈને પોલીસ ટીમ પણ થોડા સમય માટે ચોંકી ગઈ હતી. મોરબી તાલુકા પોલીસની ટીમે બુટલેગરો પર ઘોંસ બોલાવી હતી. મોરબીના રાફળેશ્વર જી.આઈ.ડી.સીના નાકા પાસે આવેલા રામદેવ એન્ડ બિશ્નોઈ હોટેલવાળા રાજુ શંકરલાલે વિદેશી દારૂનો સ્ટોક મંગાવ્યો છે. જેની ડીલેવરી એક ટ્રક મારફતે મોડી રાત્રે થવાની છે. ટ્રક રાતના સમયે આવવાનો છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે એક ચોક્કસ વૉચ ગોઠવી શંકાસ્પદ ટ્રક આવતો જોઈને એના પર વૉચ રાખવામાં આવી હતી.

આ ટ્રક મળેલી બાતમીની જગ્યા પર ઊભો રહી માલ મંગાવનાર તથા લાવનાર ટ્રકમાંથી વિદેશી દારૂનો સ્ટોક ઊતારતા હતા ત્યારે પોલીસે પકડી પાડ્યા છે. આ ટ્રકની તપાસ કરતા ટ્રકની નીચેના ભાગમાં આવેલા ટુકબોક્સ પાસે એક ચોરખાનું બનાવ્યું હતું. જ્યાંથી અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જ્યારે કેટલીક બોટલ ટુકબોક્સમાં પણ છુપાવી દીધી હતી. આ સાથે બીયરના ટીન પણ મળી આવ્યા છે. આ માલ લાવનાર શ્રવણરામ બાબુરામ જાબુ, હનુમાનરામ કાનારામ જાખડ તથા માલ મંગાવનાર આરોપી રાજુ શંકરલાલ ખોખરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. મોરબી પોલીસ તરફથી છેલ્લા એક મહિનામાં જુદી જુદી જગ્યાએ વિદેશી દારૂના બુટલેગર પર કડક કાર્યવાહી કરવામાં આવી છે.

-પકડાયેલો મુદ્દામાલ
ઈંગ્લીશ દારૂની બોટલ્સ નંગ-64 કિમત રૂ.29,440       
બીયરના ટીન નંગ-45 કિંમત.રૂ.4500
ટાટા કંપનીનો ટ્રક નં. RJ-19-GF-7914 કિમત.રૂ.12,00,000
કુલ રૂ.12,33.940નો મુદ્દામાલ