Mysamachar.in-મહીસાગર:
આજના સમયમાં લગભગ દરેક લોકોના હાથમાં સ્માર્ટફોન જોવા મળે છે, પણ તેનો વધુ પડતો ઉપયોગ ક્યારેક ખતરારૂપ સાબિત થઇ શકે છે, આવો જ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, જેમાં સ્માર્ટફોન એવો ફાટ્યો કે હાથની ચામડીના ચીથરા ઉડી ગયા હતા. મહીસાગરના બાલાસિનોરમાં મોબાઈલ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. બાલાસિનોરના ભમરીયા ગામે મોબાઈલમાં ચાલુ ચાર્જિંગે ગેમ રમતા મોબાઈલ બ્લાસ્ટ થયો હતો. મોબાઈલ બ્લાસ્ટ થતા ગેમ રમતા કિશોરને ગંભીર ઈજા પહોંચી હતી. કિશોરનો હાથ એટલી ગંભીર રીતે દાઝ્યો હતો કે, તેના હાથના તેરવાના ચીંથરા ઉડી ગયા હતા.તેના હાથની તમામ આંગળીઓનો આગળનો ભાગ બ્લાસ્ટમાં ફાટી ગયો હતો. આંગળીના ટેરવાને એટલુ નુકસાન થયુ હતું કે ઓપરેશન કરવાની ફરજ પડી હતી. કિશોરને સારવાર માટે બાયડ હોસ્પિટલમાં ખસેડાયો હતો બે કલાકના ઓપરેશન બાદ કિશોરની આંગળીઓને બચાવી લેવાઈ હતી.