રસ્તાઓ પર ઉભી રહેતી ઈંડા અને નોનવેઝની લારીઓ અંગે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે...

શું જામનગરના મેયર અન્ય શહેરોના મેયરની જેમ આગળ આવશે ખરા.?

રસ્તાઓ પર ઉભી રહેતી ઈંડા અને નોનવેઝની લારીઓ અંગે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે...
file image

Mysamachar.in:કચ્છ

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મહાનગરોમાં રસ્તા પર ઈંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે, અને એક પ્રકારે કડક કાર્યવાહીની શરૂઆત થઇ ચુકી છે, એક બાદ એક શહેરો જાહેરમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ લગાવી રહ્યાં છે. ત્યારે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ મામલે એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે રાજ્યમાં રસ્તા પર ઉભી થતી ઈંડા અને નોન-વેજની લારીઓ ટેમ્પરરી લેન્ડ ગ્રેબિંગ સમાન છે. કચ્છમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, આ એક લાંબા ગાળાનો પ્રશ્ન છે. રસ્તામાં ગમે ત્યાં ઊભા રહીને ધંધો કરે એ ન ચાલે વ્યક્તિ કોઈપન હોય  દુકાન લઈને ધંધો કરે.

કચ્છમાં એક કાર્યક્રમ દરમિયાન મહેસૂલ મંત્રીએ વડોદરા અને રાજકોટમાં જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓને જાહેરમાં વેચાણ નહિ કરવા માટે મનપાના પગલાંની પ્રસંશા કરી હતી અને એના માટે સખત પગલાની હિમાયત પણ કરી હતી. નોનવેજ અને વેજ તમામ લારીઓના દબાણ હટાવવા જ જોઈએ. નોનવેજ અને વેજની લારીના ધુમાડાથી લોકોને નુકસાન થાય છે. તેને હટાવવી જ જોઈએ. રસ્તા પર વેજ કે નોનવેજ જે પણ લારીઓ ઊભી રહેવાને તેમણે લેન્ડ ગ્રેબિંગ ગણાવ્યું છે.અને આ બે મહાનગરોના મેયરોને અભિનંદન પાઠવી અને આ કાર્યવાહી વધુ સખ્ત પોલીસને સાથે રાખી કરવા તેવોએ કહ્યું.

 -શું અન્ય મહાનગરોના પગલે જામનગરના મેયર આગળ આવશે.?
રાજકોટ અને વડોદરા શહેરમાં મેયરો એ આગળ આવીને આ મુહિમને ઉપાડી છે અને રસ્તા પર આ રીતે જાહેરમાં વેચાણ થઇ રહેલ ઈંડા અને નોનવેઝની રેકડીઓ બંધ કરાવવા માટે સૂચનાઓ પણ આપી છે, ત્યારે આ પ્રશ્ન ખાલી વડોદરા અને રાજકોટ જ નહિ પરંતુ જામનગરમાં પણ છે જ, ત્યારે લોકોમાં એવો ગણગણાટ સાંભળવા મળે છે કે શું જામનગરના મેયર અન્ય મહાનગરોના મેયરની જેમ આ મુદ્દે આગળ આવશે ખરા...?