જામનગર:શિક્ષણ સમિતિના લાખો રૂપિયાના ગોટાળા ઓડિટ રિપોર્ટમાં ખુલ્યા

અંતે કેટલી અને કેવી પુર્તતાઓ થાય છે તે જોવું રહેશે

જામનગર:શિક્ષણ સમિતિના લાખો રૂપિયાના ગોટાળા ઓડિટ રિપોર્ટમાં ખુલ્યા

mysamachar.in-જામનગર:

શિક્ષણ પાછળ સરકાર કરોડો રૂપિયાનું ફંડ આપતી હોવા છતાં સરકારી શાળાના શિક્ષણનું સ્તર ઘટતું જાય છે તેવામાં શિક્ષકો,ક્લાર્ક વગેરેના પગાર સહિત અન્ય ભથ્થા ચૂકવવામાં પણ સરકારનું મોટું ફંડ વપરાય છે ત્યારે જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ કામ કરતાં શહેરના અમુક શિક્ષકો એ બેદરકારી દાખવીને નિયમોનું પાલન કર્યા વગર હરવા-ફરવાના જવા માટે પ્રવાસ ભથ્થા લઈ લેતા જામનગર લોકલ ઓડીટ ફંડ વિભાગે ઓડીટ કરીને પ્રાથમિક વાંધા કાઢીને લાખો રૂપિયાની રકમ રિકવરી કરવાનો ઓડીટ રીપોર્ટ  કર્યો હોવાનું સામે આવ્યું છે,

જામનગર શહેરમા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ ફરજ બજાવતા આશરે ૩૬૯ જેટલા શિક્ષકો અને કર્મચારીઓ નિયમોનું પાલન કર્યા વગર મોજ શોખ કરવા એલ.ટી.સી.ના પ્રવાસ કર્યો હતો તેની સામે રીકવરી કરવા માટે જામનગર લોકલ ફંડએ પ્રાથમિક વાંધા સાથે રિપોર્ટ તૈયાર કરીને  શાસનાધિકારીને સોંપ્યો છે,અને નિયમ વિરુદ્ધ લેવામાં આવેલ પ્રવાસ ભથ્થાની લખો રૂપિયાની રકમ પરત લેવા ઓડિટમાં જણાવવામાં આવ્યું છે,

આમ જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સરકારના નિયમોને ઉલાળીયો કરીને પોતાની ઘરની ધોરાજી ચલાવીને ભરતી પ્રકરણમાં ગેરરીતિ માંડીને પ્રવાસ ભથ્થા ખોટા બિલ વગેરેનો લાખો રૂપિયાના ગોટાળા આચરવામાં આવ્યા હોવાનું ઓડિટના પ્રાથમિક રીપોર્ટમાં બહાર આવ્યું હોય ત્યારે આ મામલે શાશનાધિકારી ઢાકપીછડો કરીને પ્રકરણ યેનકેન પ્રકારે દબાવાનો કોના ઇશારે પ્રયાસ કરી રહ્યા છે તે સમગ્ર મામલો તપાસ માગી લેતો તો છે જ ઉપરાંત ઓડિટના પ્રાથમિક રિપોર્ટના અંતે કેટલી અને કેવી પુર્તતાઓ થાય છે તે જોવું રહેશે.