Mysamachar.in-જામનગર:
જામનગર સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં હાજા ગગડાવતી ઠંડીનો અહેસાસ તો લોકો કરી જ રહ્યા છે, આ વચ્ચે રાજ્યના હવામાન વિભાગે આગાહી જારી કરી છે, ગુજરાતના અનેક શહેરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે, ત્યારે મહાનગરોમાં પણ તાપમાનનો પારો નીચે જતા મોટા શહેરો ઠંડાગાર બન્યા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત, સહિતના શહેરોમાં ફુલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. એવામાં લોકો ઠુંઠવાતા તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે જણાવ્યું છે કે હજુ પણ આગામી દિવસોમાં ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાઈ શકે છે, રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આગામી 4 દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાથે જ હવામાન વિભાગે કહ્યું છે કે કચ્છના વિસ્તારમાં સિવિયર કોલ્ડવેવની અસરનો અનુભવ આગામી ચાર દિવસ દરમિયાન લોકો કરશે તો ઠંડીના કારણે લોકો ઘરોમાં જ પુરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે તો વળી કેટલાક લોકો વહેલી સવારે મૉંરનિંગ વૉક માટે પણ નીકળી જતા હોય છે.