Mysamachar.in-જામનગર, દેવભૂમિ દ્વારકા
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘમહેર થઇ છે, સાર્વત્રિક વરસાદથી લોકો સહીત ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે, જામનગર જીલ્લાના તાલુકાવાર આંકડાઓ પર છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ છે તો કાલાવડમાં સવા બે ઇંચ, જામજોધપુરમાં 2 ઇંચ, જામનગર શહેરમાં 2 ઇંચ, જોડીયામાં સૌથી વધુ 4 ઇંચ, ધ્રોલમાં 2 ઇંચ, અને લાલપુરમાં ૩ ઇંચ વરસાદ નોંધાયો છે.
આ થઇ તાલુકા મથકો પર વરસેલા વરસાદની વાત હવે પીએચસી સેન્ટરવાઈઝ નોંધાયેલ વરસાદના ગ્રામીણ ક્ષેત્રના આંકડાઓ પર નજર કરીએ તો.જામનગર તાલુકાના વસાઇમાં 2 ઇંચ, લાખાબાવળમાં 1 ઇંચ, મોટીબાનુગાર, જામ વંથલી, ધુતારપુરમાં બે બે ઇંચ, અલીયાબાડામાં સવા બે ઇંચ, દરેડમાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે,
જોડિયા તાલુકાના હડીયાણામાં 2 ઇંચ, બાલંભામાં 3 ઇંચ, પીઠડમાં 2 ઇંચ, તો ધ્રોલ તાલુકાના લતીપુરમાં સવા બે ઇંચ, જાલીયાદેવાનીમાં 2 ઇંચ, લૈયારામાં સવા બે ઇંચ, જયારે કાલાવડ તાલુકાના નીકાવામાં 1 ઇંચ, ખરેડીમાં પોણા બે ઇંચ, મોટા વડાલામાં 1 ઇંચ, ભલસાન બેરાજામાં 2 ઇંચ, મોટા પાંચદેવડામાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે.
જામજોધપુર તાલુકાના સમાણામાં 6 ઇંચ, શેઠવડાળામાં 6 ઇંચ, જામવાડીમાં 2 ઇંચ, વાંસ જાલીયામાં ૩ ઇંચ, ધુનડામાં ૩ ઇંચ, ધ્રાફા અને પરડવામાં સવા બે ઇંચ, લાલપુર તાલુકાના પીપરટોળામાં 2 ઇંચ, પડાણામાં સવા બે ઇંચ, ભણગોરમાં ૩ ઇંચ, મોટા ખડબામાં સાડા ત્રણ ઇંચ, મોડપરમાં બે ઇંચ અને ડબાસંગમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે.
જયારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના તાલુકા મથકના છેલ્લા 24 કલાકના તાલુકા મથકના આંકડાઓ પર નજર કરવામાં આવે તો ખંભાળિયા અને કલ્યાણપુરમાં 6 ઇંચ, ભાણવડમાં 3 ઇંચ અને દ્વારકામાં 2 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયો છે.