મામલતદાર કચેરીનો ક્લાર્ક 2500ની લાંચ લેતા ઝડપાયો

આ કામ માટે માંગી હતી લાંચ

મામલતદાર કચેરીનો ક્લાર્ક 2500ની લાંચ લેતા ઝડપાયો
symbolic image

Mysamachar.in-કચ્છ

ભુજ જીલ્લાની ભચાઉ મામલતદાર કચેરી પાસેથી મામલતદાર કચેરીનો કલાક રૂપિયા 2500 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે, આ કેસના ફરીયાદીએ સોલવંસી સર્ટીફીકેટ મેળવવા જરૂરી દસ્તાવેજો સોલવંસીનું કામ સંભાળતા અને એસીબીને હાથ ઝડપાયેલ પીયુષભાઈ પી. વરમોરા મામલતદાર કચેરીના ક્લાર્કને પૂરા પાડેલ જે બાદ આ કામના ફરિયાદીને કહેલ કે તેઓએ સોલવંસી સર્ટિફિકેટ કરી આપવા રૂપિયા 2500 આપવા પડશે પરંતુ ફરીયાદી ક્લાર્કને લાંચ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા ફરિયાદ અન્વયે ગોઠવાયેલ ટ્રેપ દરમિયાન મામલતદાર કચેરીનો ક્લાર્ક પીયુષભાઈ પી. વરમોરા ફરિયાદમાં જણાવેલ લાંચના નાણાંની માંગણી કરી સ્વીકારી ઝડપાઈ ગયો છે.