Mysamachar.in:જામનગર
જયારે ખાનગી શાળાઓની વાત આવે ત્યારે વિદ્યાર્થીઓને જે શૈક્ષણિક વાતાવરણની જરુરુ હોય તે હંમેશાથી મોદી સ્કુલ જામનગર પૂરી પાડતું રહ્યું છે, શાળાના પારસભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ જે મહેનત વિધ્યાથીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કરે છે તે પરિણામ સ્વરૂપે દીપી ઉઠે છે, વર્ષ 2022માં ધોરણ-10 બોર્ડ દ્વારા આજ રોજ જે પરિણામ જાહેર થયેલ છે તેમાં જામનગર જીલ્લાનું 69.88 % પરિણામ રહ્યું. જેમાં જામનગર મોદી સ્કૂલનું અંગ્રેજી માધ્યમનું 99.20% તેમજ ગુજરાતી માધ્યમનું 99.26 % પરિણામ રહ્યું. આ વર્ષે મોદી સ્કૂલ જામનગરના કુલ 261 વિદ્યાર્થીઓમાંથી આટલું શ્રેષ્ઠ પરિણામ આપતી જામનગર જીલ્લાની એકમાત્ર મોદી સ્કુલ છે. જો કે મોદી સ્કૂલે છેલ્લા દસ વર્ષથી જામનગર જીલ્લામાં ધોરણ-10 બોર્ડના પરિણામમાં સર્વશ્રેષ્ઠ રહેવાની પરંપરા જાળવી રાખી છે, જેમાં સતત અગિયારમાં વર્ષે પણ મોદી સ્કૂલ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનો વિશ્વાસ જીતી, જામનગર વાસીઓ માટે પણ ગૌરવ લઇ શકાય તેવું ઉચ્ચતમ પરિણામ આપી વિદ્યાર્થીઓને સફળતાની નવી રાહ દોરી છે.
ધોરણ-10 બોર્ડ ના પરિણામમાં મોદી સ્કૂલના કુલ 261 વિદ્યાર્થીઓમાંથી 99.23 % વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે, કે જેમાં અનુભવી શિક્ષકોની ટીમ સાથે Education System માં થતા નવા ફેરફારો સાથે વિદ્યાર્થીઓને આ System માં ઢળી સમય સાથે તાલમિલાવી હંમેશા મોદી સ્કૂલ માર્ગદર્શક બની રહી છે.ધોરણ-10 બોર્ડમાં જામનગર જીલ્લામાં A1 ગ્રેડ મેળવતા 420 વિદ્યાર્થીઓ છે. જેમાંથી એકમાત્ર જામનગર મોદી સ્કૂલના 65 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.જે શાળા અને જામનગર બન્ને માટે ગૌરવરૂપ ઘડી કહી શકાય તેવું છે, ઉપરાંત મોદી સ્કૂલના કુલ 261 વિદ્યાર્થીઓમાંથી 99 PR ઉપર 51 વિદ્યાર્થીઓ, 95 PR ઉપર 113 વિદ્યાર્થીઓ અને 90 PR ઉપર 156 વિદ્યાર્થીઓ રહ્યાં છે.
વિષય વાર 100 માંથી 100 ગુણ મેળવતા 28 વિદ્યાર્થીઓ :ગણિત-બેઝીક:04-, ગણિત સ્તાન્દર્દ 12, વિજ્ઞાન અને ટેકનોલોજી ૦૪, સામાજિક વિજ્ઞાન 02 અને સંસ્કૃતમાં 6 મોદી સ્કૂલની છત્રછાયામાં, શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સમગ્ર વર્ષ દરમ્યાન સતત મૂલ્યાંકન દ્વારા મોદી સ્કૂલ વિદ્યાર્થીઓનો હોંસલો વધારતી રહી છે જેમ કે, શાળા Offline System માં જે રીતે કાર્યરત છે. તેવી જ રીતે Covid-19 કાળમાં Online System માં પણ કાર્યરત રહી હતી. આ પરિણામમાં Covid-19 કાળ દરમિયાન મોદી સ્કૂલએ બાળકોના શિક્ષણમાં કોઇપણ પ્રકારની ચાસ ન રહે તેની પૂરેપૂરી કાળજી રાખેલી હતી, જેનું જીવંત ઉદાહરણ આ વર્ષનું ધોરણ-10 બૉર્ડનું પરિણામ છે.