જીન્સના નેફામાં ગુપ્ત ખાનું બનાવી અને બુટમાં છુપાવેલ સવાકરોડનું સોનું ઝડપાયું...

૪ કિલો જેટલો વજન

જીન્સના નેફામાં ગુપ્ત ખાનું બનાવી અને બુટમાં છુપાવેલ સવાકરોડનું સોનું ઝડપાયું...

Mysamachar.in-અમદાવાદ:

વધુ એક વખત ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી છે,અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગુજરાત એટીએસ અને કસ્ટમ વિભાગની સંયુક્ત ટીમે સવા કરોડના ચાર કિલો જેટલા સોના સાથે મુંબઇના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.


એટીએસના અધિકારીઓને બાતમી મળી કે દુબઇથી આવતી ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E 72માં મુંબઇના ત્રણ શખ્સ સોનુ લઈને અમદાવાદ ઉતરવાના છે. જેના આધારે બુધવારે મોડી રાતે એરપોર્ટ પર ટીમે કસ્ટમ અધિકારીઓ સાથે વોચ ગોઠવી મહંમદ સરક્યુ મીનાઈ, યુસુફ અંસારી અને જુલ્ફીકાર અલી લોખંડવાલાને ઝડપી પાડ્યા છે,

કોઈ પણ રીતે સોનું ઘુસાડવા માંગતા ત્રણેય આરોપીઓ બુટમાં અને જીન્સના નેફામાં ગુપ્ત ખાંચા બનાવી અને સોનુ દુબઇથી લાવ્યા હોવાનું પ્રથામિક તપાસમાં સામે આવે છે, આરોપીઓ સોનુ અમદાવાદ જ કોઈને આપવાના હતા કે કેમ તે અંગે કસ્ટમ વિભાગે તપાસણી શરૂ કરી છે,