ના હોય... ડ્રોન માવાની ડીલેવરી માટે.!

ટીકટોકમાં કર્યો હતો અપલોડ વિડીયો 

ના હોય... ડ્રોન માવાની ડીલેવરી માટે.!

Mysamachar.in-અતુલજોશી:મોરબી:
લોકડાઉનમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ વિવિધ બંધાણીઓની છે, જે માવા, તમાકુ કે શરાબના બંધાણ સાથે જોડાયેલા છે, એવામાં મોરબીમાં એક શખ્સે માવો પહોચાડવા ચાલાકી વાપરી ત્યાં સુધી તો ઠીક...પણ પોતાની ચાલાકી લોકોને બતાવવા ટીકટોક પર વિડીયો મુક્યા બાદ મામલો પોલીસ સુધી પહોચતા પોલીસે બે શખ્સો સામે ગુન્હો દાખલ કર્યો છે, વાત એવી છે કે લોકડાઉન દરમિયાન ડ્રોન વડે માવાની ડિલિવરી લીધી અને પછી એનો વીડિયો બનાવીને ટિકટોકમાં મૂક્યાનું સામે આવતા પોલીસે હિરેન પટેલ અને રવિ ભડાણીયા સામે જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધ્યો છે.ડ્રોન કેમેરામાં તમાકુવાળા માવા રાખી અને ડ્રોન કેમેરા ઉડાડી વેચાણ માટે પ્રસિદ્ધિ કરવી ભારે પડ્યાનો કિસ્સાએ સમગ્ર મોરબી પંથકમાં ભારે ચકચાર જગાવી છે.