લીંબડી અમદાવાદ હાઈ-વે પર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત 2ના મોત, 30 મુસાફરો માંડ બચ્યા

ના માત્ર બે ચાર લાઈન પરંતુ વિસ્તારથી અને સચોટ સમાચાર મેળવવા માટે આજે mysamachar.in ફેસબુક પેજને ફોલો કરો

લીંબડી અમદાવાદ હાઈ-વે પર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત 2ના મોત, 30 મુસાફરો માંડ બચ્યા

Mysamachar.in-સુરેન્દ્રનગર

આજે વહેલી સવારે લીંબડી હાઈવે પર કાનપરા પાસે ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં 2 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 2 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈ-વે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેરની અથડામણમાં 2 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, ખાનગી બસમાં મુસાફરી કરી રહેલા 30 થી વધુ મુસાફરો સવાર હતા તેનો આબાદ બચાવ થયો છે,