ગે.કા. બાંધકામની જેમજ કમ્લીશન મુદે પણ ઓડિટને રમાડતુ ટી.પી.ઓ.અને હાઉસટેક્સ

કમ્પ્લીશન મુદે બેદરકારીથી મોટુ નુકસાન  

ગે.કા. બાંધકામની જેમજ કમ્લીશન મુદે પણ ઓડિટને રમાડતુ ટી.પી.ઓ.અને હાઉસટેક્સ

Mysamachar.in-જામનગર:

મહાનગરપાલિકાના ઓડીટરિપોર્ટમા કેટલીક માહિતીઓ એક-એક થી ચડીયાતી અને  સ્ફોટક મુદાઓથી  ભરપુર છે,તેના અભ્યાસથી ફલિત થાય છે કે મોટાભાગના વિભાગો ઓડીટ શાખાને ગાંઠતા જ નથી તેવામાં ગેરકાયદેસર બાંધકામ જેવો જ સંવેદનશીલ મુદો ઉભરી આવ્યો છે,બાંધકામ કમ્પ્લીશનનો...જેમા ઓડીટપેરા ઉપર થી તારણ નીકળ્યુ છે કે કમ્પ્લીશનના મુદે ટી.પી.ઓ.અને હાઉસ ટેક્સ શાખાએ ઓડીટને રમાડ્યુ છે.

છેલ્લા ઓડીટ રિપોર્ટમા કરેલીનોંધ અક્ષરશઃ જોઇએ તો..વર્ષ દરમ્યાન રજાચીઠી અન્વયે જેને કમ્પ્લીશન સર્ટી લેવાનુ રહેતુ હોય પરંતુ કમ્પ્લીશન  સર્ટી વગર બાંધકામ કરી વપરાશ કરવા લાગ્યા હોય તેવા આસામીઓની વોર્ડ વાઇઝ માહિતી દર્શાવતા પત્રકની વિગતવાર માહિતી શાખા પાસે માંગતા અગાઉ આ માહિતી હાઉસ ટેક્સ શાખાને મોકલી અપાઈ છે,તેમ ટી.પી.ઓ.એ જણાવ્યુ હતુ અને માહિતી રજુ કરી ન હતી,બાદમા હાઉસ ટેક્સ શાખા પાસેથી માહિતી માંગતા તે શાખાએ જણાવ્યુ કે તેને બાંધકામ પરવાનગી કે કમ્પ્લીશન અંગેની કોઇ વિગત પુરી પાડવામા આવી નથી,જેથી બંને શાખાના જવાબોમા વિરોધાભાસ જણાય છે.,આમ અંતે ઓડીટ વિગતો વગરનુ રહ્યુ આ રીતે ટી.પી.ઓ. અને હાઉસ ટેક્સ બંને એ ઓડીટ વિભાગને રમાડ્યા છે.

અત્રે જાણકારોના અભિપ્રાયોને ધ્યાને લઇએ તો કમ્પ્લીશનમા પણ ગેરકાયદેસર બાંધકામ જેવા જ અનેક "ખેલ" પડતા જ હોય છે,એ "રેકેટ" પણ મસમોટુ છે કેમકે બાંધકામ મંજુરી બાદ ચાર વર્ષમા વપરાશ માટે અરજી થઇ કે નહી તે જોવા માટે કોઇ દરકાર અનેક "મલાઇદાર" કારણોસર લેવાતી નથી,અને પરવાનગી લીધા બાદ બાંધકામ થઇ ગયા હોય, વપરાશ થવા લાગ્યા હોય ત્યાં સુધી કે તે મિલકતોના હસ્તાંતરણ પણ થઇ રહ્યાના અસંખ્ય દાખલા છે,તો અનેક ફ્લેટોમા પરવાનગી લીધા બાદ કમ્લીશન બહુ જરૂરી હોય તો લીધા બાદ બાલ્કની કવર કરી લેવાના નવા વિસ્તારોમા અનેક દાખલા હોવાનુ આ ક્ષેત્રના સતત અભ્યાસુઓ જણાવે છે.

કમ્પ્લીશન મુદે બેદરકારીથી મોટુ નુકસાન

બાંધકામ પરવાનગી લીધા બાદ કમ્પ્લીશન લેવાથી એક તો મંજુરી મુજબ જ બાંધકામ થયુ છે કે કેમ તેની ખરાઇ થઇ જાય બીજુ વપરાશ પરવાનગી લેવાથી તે મિલકત કોર્પોરેશન ચોપડે ચઢે તો ટેક્સ આવક શરૂ થઇ જાય,..હવે કમ્પલીશન મુદે  જ ગંભીરતા નથી તેથી નકશા મુજબની ફી મા ઘણી વખત અન્ય વધુ ભરવા પાત્ર ફી કે દંડ વગર વધારાનુ ઘણુ બાંધકામ થઇ જાય જેમા ગેરકાયદેસર બાંધકામ પણ થઇ જાય આમ ફી અને પ્લાનીંગનુ નુકસાન બીજુ આવી મિલકતના વપરાશ પ્રમાણપત્ર લેવાય નહી અને વપરાશ તો શરૂ થઇ જાય તો મિલકત ટેક્સ શાખામા તો ચઢી ન હોય માટે ટેક્સની આવકની પણ નુકસાની થાય.આ ગંભીર બાબત ઓડીટ રિપોર્ટના સંદર્ભમા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અને કમિશનરથી અજાણ હોય તેવુ માનવાને કોઇ કારણ નથી.