જોઈ લો...મેયરનો વોર્ડ કેવો ચોખ્ખોચણાક છે...!!

શહેરમા બીજે શું સફાઈ થતી હશે?

જોઈ લો...મેયરનો વોર્ડ કેવો ચોખ્ખોચણાક છે...!!
તસ્વીરો:અમરીશ ચાંદ્રા

mysamachar.in-જામનગર

મહાનગરપાલિકા મા છેલ્લા અઢી દાયકાથી ભાજપા નું શાશન છે,સ્વાભાવિક જ ભાજપા નું શાશન હોય તો તેના પદાધિકારીઓના વિસ્તારો તો ચોખ્ખા જ જોવા મળે..પણ ના એવું નથી અહી જે તસ્વીરો આપને જોવા મળે છે તે જામનગરના પ્રથમ નાગરિક એવા મેયર હસમુખ જેઠવા ના અલગ અલગ વિસ્તારોની  છે..

વર્ષે જામનગર મહાનગરપાલિકા કરોડો રૂપિયાનું આંધણ માત્ર ને માત્ર સફાઈ પાછળ કરે છે છતાં પણ મેયરનો વોર્ડ જ જુઓ કેવો ગંદકી થી ખદબદી રહ્યો છે,ત્યારે તેમના વિસ્તારના નાગરિકો ને સવાલ એ પણ થતો હશે કે મેયર આપણા વિસ્તારના છે તો પણ સફાઈ ની સ્થિતિ આવી હોય તો શહેર ના અન્ય વોર્ડ ની સ્થિતિ નું તો કેહવું જ શું,જો આ દ્રશ્યો અમારા કેમેરામાં કેદ થાય તો મેયર ને કે મેયરના સાથી કોર્પોરેટર ને ધ્યાને નહિ આવ્યા હોય???