સિંહના મોત,CMનું નિવેદન

અત્યાર સુધીમાં થઇ ચુક્યા છે 21 સિંહોના મોત

સિંહના મોત,CMનું  નિવેદન
ફાઈલ તસ્વીર:સૌજન્ય ગુગલ

mysamachar.in-ગાંધીનગર:

ગીર પૂર્વ વિસ્તારમાં  આવેલ દલખાણીયા રેન્જમાં એક બાદ એક એમ ટપોટપ ૨૧ સિંહોના મોત થયા છે છતાં પણ વન વિભાગ મોતના સ્પષ્ટ કારણ સુધી હજુ પહોચી શકયું નથી અને સિંહોના મોત રાજ્ય સરકાર માટે પણ ચિંતાનો વિષય બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, 

રાજ્યભરમાં સિંહોના મોતના હોબાળાને લઈને આજે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી એ મીડિયા સાથેની વાતચીતમાં સિંહોના મોતની ઘટનાને કમનસીબ ગણાવતા વધુમાં જણાવ્યુ હતું કે આ મામલે વિવિધ તજજ્ઞ તબીબોની ટીમ,રસી વગેરે પણ બહારથી મંગાવવામાં આવી રહ્યા છે, 

અને એકજ રેન્જમાં ૨૧ જેટલા સિંહોના મોતને મામલે કોની નીષ્કાળજી છે તેની પણ તપાસ કરી અને કડકમાં કડક પગલાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે તેમ જણાવ્યુ હતું.