Mysamachar.in-જામનગર
જામનગર L.C.B સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા, શરદભાઇ પરમાર તથા સુરેશભાઇ માલકીયાને તેઓના ખાનગી વિશ્વાસુ બાતમીદારથી ચોકકસ હકિકત મળેલ કે અગાઉ ચોરીઓ તથા લુંટના ગુનામાં પકડાઇ ચુકેલ જીતુ જેરામભાઇ શેખા રહે. નારણપુરગામ તા.જી.જામનગર વાળો ચોરીઓ કરી મેળવેલ મોબાઇલ ફોન વેચવા માટે ચોરી કરેલ સાઇન મો.સા. નંબર G.J.10 DJ 7357નું લઇને લાલપુર બાય પાસ તરફથી જામનગર શહેર તરફ આવતા હોવાની બાતમી આધારે રણજીતસાગર રોડ ઉપર હર્ષદ મીલની ચાલી, પાસેથી ઇસમને પકડી પાડી જેના કબ્જામાથી હોન્ડા સાઇન મો.સા. નંબર G.J.10 DJ 7357 કિ.રૂ.35,000 તથા ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન નંગ-5 કિ.રૂ.31,000 મળી કુલ રૂ.66,500નો મુદામાલ સાથે પો.સબ ઇન્સ. બી.એમ. દેવમુરારીએ પકડી પાડી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. ઝડપાયેલ શખ્સની પુછપરછ દરમ્યાન અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ જે ગુનામાં ત્રણ માસ પહેલા પેરોલ ઉપર છુટયા બાદ પરત હાજર નહીં થઇ પેરોલ જમ્પ થઇ ફરાર થયેલ હતો. તેમજ ચોરીના ગુનાઓ આચરેલ હોવાની કબુલાત કરેલ છે.