Mysamachar.in-જામનગર:
જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખાના સ્ટાફના માણસો થર્ટી ફસ્ટ અન્વયે જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા તથા સંજયસિંહ વાળાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર તાલુકાના તમાચણગામે માંડવરાયના મંદીર પાસે રહેતા ઉપેન્દ્રસિંહ ઉર્ફે હકુભા માધુભા પરમારના કબ્જાના મકાનમાં ફળીયામાં પડેલ અર્ટીગાકારમાંથી ઇંગ્લીશ દારૂ બોટલ નંગ 396 કિ.રૂ. 1,58,400 તથા બીયર ટીન નંગ-68 કિ.રૂ. 6800 તથા મોબાઇલ ફોન નંગ-2 તથા અર્ટીગાકાર નંબર જી.જે.10 ડીઇ 7234 કિ.રૂ. 5,00,000 મળી કુલ રૂ.6,75,200 નો મુદામાલ મળી આવતા કબ્જે કરી આ શખ્સ વિરૂધ્ધ દિલીપભાઇ તલાવડીયાએ ફરીયાદ રીપોર્ટ આપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. દારૂ સપ્લાય કરનાર આરોપી દિપકભાઇ પરમાર મારવાડી રહે. રાજસ્થાન વાળાને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.આ દરમિયાન નોંધનીય બાબત એ રહી કે જે કારમાંથી આ દારૂનો જથ્થો મળી આવ્યો તે કારમાં સરપંચ શ્રી તમાચણ ગ્રામ પંચાયત લખેલ છે જે અંગે એલસીબી કહે છે કે જે શખ્સ દારૂ સાથે ઝડપાયો છે તેના પત્ની પૂર્વ સરપંચ હોવાથી તેમણે કારમાં લખેલ છે.
આ કાર્યવાહી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નીતેશ પાંડેયની સુચનાથી પી.આઈ. એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ પીએસઆઈ આર.બી.ગોજીયા, બી.એમ.દેવમુરારી, કે.કે.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ સોલંકી, ખીમભાઇ ભોચીયા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.