જામનગરમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા પર LCBની છાપેમારી

2 દિલ્હીની જયારે જામનગરની 1 લલના પણ હાજર મળી આવી હતી

જામનગરમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા પર LCBની છાપેમારી

Mysamachar.in:જામનગર

જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી અલગ-અલગ વિસ્તારોમાં સ્પા ધમધમી રહ્યા છે, આવા સ્પામાં કેટલા સ્પા ખાલી માત્ર સ્પા જ ચલાવે છે અને અને કેટલા સ્પામાં અન્ય શહેરોની માફક શરીરસુખ માણવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે, તેવું સુત્રો જણાવે છે, માટે શહેરમાં ચાલતા દરેક સ્પાનું આકસ્મિક અને સમયાંતરે ચેકિંગ થતું રહેવું ખુબ જરૂરી છે, એવામાં ગત સાંજે જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખાની ટીમે જોલી બંગલા નજીક આવેલ એક સ્પાની આડમાં વડોદરાનો શખ્સ સ્પાની આડમાં દેહવ્યાપરનો ધંધો બહારના રાજ્યોની સ્ત્રીઓને બોલાવીને ચલાવતો હોવાની માહિતીએ દરોડો પાડી સંચાલકને ઝડપી પાડ્યો છે.જયારે દિલ્હીની 2 જયારે જામનગરની પણ હાલ રાજકોટ વસવાટ કરતી એક લલનાને મુક્ત કરાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના જોલીબંગલા નજીક દિગ્વિજય પ્લોટ 66 નમ્બરના ખૂણા પાસે જયમાતાજી હોટેલની સામે આવેલ કોમ્પ્લેક્ષમાં બીજા માળ ઉપર આવેલ લક્સ બ્યુટી એન્ડ સલુન સ્પામાં મૂળ વડોદરાનો અને હાલ જામનગરમાં વસવાટ કરતો અમિત કમલેશભાઈ રામી નામનો વ્યક્તિ બહારના રાજ્યોમાં સ્વરૂપવાન યુવતીઓને અહી બોલાવી અને દેહવ્યાપાર કરાવે છે અને એક ગ્રાહક દીઠ 1500 થી 2000 રૂપિયા વસુલી અને બાદમાં સપામાં આવેલ રૂમમાં શરીરસુખ માણવાની વ્યવસ્થા કરી આપતો હોવાની માહિતી પરથી એક બોગસ ગ્રાહકને સ્પા ખાતે મોકલી અને દરોડો પાડી રોકડ રૂ.8,600 તથા મોબાઇલ ફોન- ડીવીઆર અને કોન્ડમ વિગેરે મળી કુલ રૂ.15,600 મુદામાલ સાથે સંચાલકને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.