Mysamachar.in-જામનગર
ઘણીવાર પોલીસને કોઈ બાતમી મળી જાય તો તે મોટું કામ કરી જાય…આવું જ થયું છે જામનગરના એક કિસ્સામાં જેમાં જો LCB ને બાતમી ના મળી હોત તો જામનગર જીલ્લા જેલ બહાર કદાચ મોટો હત્યાકાંડ સર્જાય ચુક્યો હોત અને પોલીસમાં દોડધામ મચી જવા પામી હોત.. પણ સદનસીબે આવું ના થયું… વાત કઈક એવી છે કે જામનગર જીલ્લા જેલમાં 13 જેટલા શખ્સો જામનગર જીલ્લા જેલ બહાર એકઠા થઇ કાવતરૂ રચી ધાતક હથિયારોથી સજજ થઇ બેઠા હતા,
અને જુના ઝઘડાની અદાવતમા તુષાર ઉર્ફે રાજુ તથા લક્ષ્મણ ઉર્ફે અજય તથા રાજભા ચતુરસીંહ સોલંકી રહે. તમામ જામનગરનાઓને જામનગર જિલ્લા જેલમાંથી જામીન ઉપર બહાર આવ્યેથી તેમની ઉપર દેશી બનાવટના તમંચાથી ફાયરીંગ કરી તથા અન્ય ધાતક હથિયારોની જીવલેણ ઇજા કરવાના ઇરાદાથી ખૂન કરવા તરફ દોરી જતુ કાર્ય કરી મોટો ગુન્હો આચરવાની પેરવીમાં હોવાની બાતમી જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખાના સ્ટાફને મળતા એલસીબી ટીમ જામનગર જીલ્લા જેલ બહાર તાબડતોબ પહોચી ગઈ હતી અને 5 શખ્શોને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડ્યા હતા જયારે સાથે રહેલા અન્ય 8 શખ્સો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, જો સમયસર જામનગર LCBને બાતમી ના મળી હોત તો કદાચ મોટો કાંડ જામનગર જીલ્લા જેલ બહાર સર્જાઈ ચુક્યો હોત, આ મામલે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે અને આગળની તપાસ પી.આઈ.જે.એમ.જલુ કરી રહ્યા છે.
– ઝડપાયેલા 5 આરોપીઓ પાસેથી શું મળ્યા હથીયાર…
– દેશી બનાવટના તમંચા-2,
– જીવતા કાર્ટીઝ નંગ-7,
– મોબાઇલ ફોન નંગ-6,
– ધારદાર ફરસી નંગ-6,
– કુહાડી-1,
– ધારીયુ નંગ-1,
– લોખંડની પાઇપ-3,
– તલવાર જેવો છરો નંગ-1,
– રોકડ રૂ. 18,700/-
– ઇકો કાર નંગ-1 મળી કુલ રૂ. 2,66,600/મુદામાલ
– ક્યાં શખ્સો ઝડપાઈ ગયા..
– ઇકબાલ બશીરભાઇ જોકીયા રહેવાસી ધરારનગર-1
– આશિફ અલીભાઇ રૂજા રહેવાસી મોરકંદા રોડ કાલાવાડ નાકા બહાર, સેટેલાઇટ શેરી નં.3
– રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા રહેવાસી શંકર ટેકરી રામનગર શેરી નં. 7, જામનગર
– મુનાવર સિદ્નીી
– અભિષેક ર્ધાાા
– પકડવાના બાકી આરોપીઓઃ-
– હાજીભાઇ હમીરભાઇ ખફી સુમરા. મસીતીયા
– શિવાભાઇ જાડેજા
– ઐયાજ ઐયુબભાઇ ખફી
– રહીમ કાસમ સુમરા
– હાજી ઐયુબ ખફી સુમરા
– કીશન કોળી તથા બીજા ત્રણ માણસો (રેનોલ્ડ કવીડ ગાડીમાં)
– ઇમરાન મોહમંદ સુમરા (એકસીસ મોટર સાઇકલમાં)
– સંજય પ્રફુલ વાઘેલા ઉર્ફે બાંઠીયો (સ્પ્લેન્ડર મો.સા.માં)