સચાણા ગામ નજીક કોર્પોરેટરના પુત્ર દ્વારા સંચાલિત જુગારધામ ઝડપાયું 

લાખોનો મુદામાલ જપ્ત, ૧૩ ઈસમો ઝડપાયા, ૨ ફરાર, આ અગાઉ પણ ઝડપાઈ ચુક્યા છે.

સચાણા ગામ નજીક કોર્પોરેટરના પુત્ર દ્વારા સંચાલિત જુગારધામ ઝડપાયું 

Mysamachar.in-જામનગર:

હજુ તો ગઈકાલની જ વાત છે કે જામનગર જીલ્લાના જામજોધપુરમાં થોડા દિવસો પૂર્વે રેંજ આઈ.જી. ની સાઈબર સેલ ટીમ દ્વારા ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટર સહિતના શખ્સોને લાખોની મતા સાથે જુગાર રમતા ઝડપી પાડ્યા બાદ ગઈકાલે આ રેઇડના આફ્ટરશોકના ભાગરૂપે જામજોધપુર પી.એસ.આઈ જે.કે.મોરી અને ત્રણ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યાને હજુ કલાકો માંડ થઇ છે, ત્યાં જ પંચકોશી એ ડીવીઝન વિસ્તારમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મરિયમ સુમરાના પુત્ર દ્વારા ચાલતા જુગારધામ પર એલસીબીએ રેઇડ કરીને ૧૩ ઇસમોને લાખોના મુદામાંલ સાથે ઝડપી પાડ્યા છે.

જામનગર એલસીબી ટીમના હરપાલસિંહ સોઢા, ભગીરથસિંહ સરવૈયા અને દિલીપ તલાવડીયાને બાતમી મળી હતી કે જામનગર મનપાના કોંગી કોર્પોરેટર મરિયમ સુમરાના પુત્રો  યુસુફ ઉર્ફે બાબો કાસમ ખફી અને અલ્તાફ ઉર્ફે અપ્પુ કાસમ ખફી પોતાના કબજાના સચાણા ગામ નજીક આવેલ ફાર્મહાઉસમાં ઘોડીપાસાની ક્લબ ચલાવી રહ્યાની માહિતી પરથી એલસીબીની ટીમે સ્થળ પર પહોચી ચાલી રહેલા જુગારધામ પરથી ૧૩ શખ્સોને ઝડપી પાડ્યા છે.જયારે બે ને ફરારી જાહેર કરવામાં આવ્યા છે.એલસીબીએ સ્થળ પરથી ૩.૩૫ લાખ રોકડ, બે કાર, ૧૬ ફોન સહીત ૩૧ લાખનો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહીમાટે પંચકોશી એ ડીવીઝનને સોંપેલ છે.મહત્વનું છે કે આ પૂર્વે પણ કોર્પોરેટરના પુત્રો જુગારધામ ચલાવતા ઝડપાઈ ચુક્યા છે.

કોણ ઝડપાયું...તેની નામાવલી 
-યુસુફ ઉર્ફે બાબો કસમ ખફી 
-બસીર અબાસ બાબવાણી 
-ઇમરાન બસીર બલોચ 
-હિતેશ સોમા ચાવડા 
-આસિફ યુનુસ ખફી 
-અનીલ સોમા ચાવડા 
-રજનીકાંત લક્ષ્મણ નંદાસણા 
-હેમંત હરી ગામી 
-યુસુફ ગુલમામદ બાબવાણી 
-વિનોદ ટેકચંદ રામવાણી
-નીલેશસિંહ ભીખુભા પરમાર 
-નાગેન્દ્ર રાધામોહન પ્રસાદ 
-વસીમ સલીમ ખીરા 

આ બે શખ્સો ફરાર 
અલ્તાફ ઉર્ફે અપ્પુ કાસમ ખફી 
રામભાઈ મેર નાઘેડી