વકીલ કિરીટ જોશી હત્યા કેસ, જયેશ પટેલ અને ઝડપાયેલા 3 હત્યારાઓ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ 

તાજેતરમાં ઝડપાયેલ 3 હત્યારાઓ છે રિમાન્ડ પર 

વકીલ કિરીટ જોશી હત્યા કેસ, જયેશ પટેલ અને ઝડપાયેલા 3 હત્યારાઓ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ 
file image

Mysamachar.in-જામનગર:

જામનગરની ગુન્હાખોરીની દુનિયામાં છેલ્લા કેટલાક વર્ષોથી માથું ઊંચકનાર કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલે જામનગરના જાણીતા વકીલ કિરીટ જોશીની વર્ષ 2018માં ભાડુતી મારાઓને સોપારી આપી અને વકીલ કિરીટજોશીની હત્યા બાદ પોતે વિદેશ ભાગી ગયો હતો અને વકીલના હત્યારાઓ પણ ભાગતા ફરતા હતા..એવામાં તાજેતરમાં લંડનમાંથી જયેશ પટેલ તો વકીલના હત્યારા કલકતાથી ઝડપાયા છે, જે હાલ રિમાન્ડ પર હોય તે દરમિયાન  જયેશ પટેલ અને ઝડપાયેલા ત્રણ હત્યારાઓ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. વકીલ કિરીટ જોશી હત્યા સમયે ભૂમાફિયા પટેલ અને તેના ત્રણેય ભાડુતી મારાઓએ બોગસ પાસપોર્ટ બનાવ્યા હોવાનું સામે આવતા ચારેય સામે સીટી એ ડીવીજન પોલીસ મથકમાં વધુ એક ફરીયાદ નોંધાઈ છે.

વર્ષ 2018માં વકીલ કિરીટ જોશીની હત્યા નીપજાવવા અમદાવાદના હાર્દિક ઠક્કર, દિલીપ ઠક્કર તેમજ જયંત ગઢવી નામના શખ્સોને કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલે ત્રણ કરોડ રૂપિયામાં સોપારી આપી હત્યા કરાવી હતી. જે બાદ તાજેતરમાં જ ત્રણેય આરોપીઓ કોલકતાથી પકડાયા છે. જે બાદ જામનગર એલસીબીએ તેને જામનગર ખાતે લાવી કોર્ટમાં રજુ કર્યા બાદ રિમાન્ડમાં છે રિમાન્ડ દરમિયાન ત્રણેય હત્યારાઓ અને જયેશ પટેલ બોગસ પાસપોર્ટ બનાવી વિદેશ પહોચ્યા હોવાનું સામે આવતા આ કેસમાં તપાસનીશ અધિકારી ગ્રામ્ય ડીવાયએસપી કુણાલ દેસાઈએ જયેશ પટેલ અને ઝડપાયેલા ત્રણ હત્યારાઓ સામે જુદી જુદી કલમો હેઠળ જે ગુન્હો નોંધાયો છે તેમાં તમામ આરોપીઓએ ગુનહિત કાવતરૂ રચી,બનાવટી આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ,જન્મ તારીખના દાખલા, પાસપોર્ટ,જે બનાવટી ડોકયુમેન્ટ બનાવી, ઠગાઇ કરવાના હેતુથી બનાવટી દસ્તાવેજ આધારે પાસપોર્ટ ઓફિસમા ખરા તરીકે રજુ કરી, જે આધારે પાસપોર્ટ નંબર- U 4311659, પાસપોર્ટ નં. U4311660, પાસપોર્ટ નંબર-U4311661 બોગસ બનાવ્યા સબબનો ગુન્હો નોંધાયો છે.