ગુલાબનગર નજીક જમીન દલાલની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

નવા વર્ષે જ હત્યાથી પોલીસ દોડતી થઇ..

ગુલાબનગર નજીક જમીન દલાલની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

Mysamachar.in-જામનગર:

નવા વર્ષે જામનગરમાં ખુની ખેલ ખેલાયો હોય તેમ સીટી બી ડીવીઝન વિસ્તાર હેઠળ આવતા ગુલાબનગર વિસ્તારમાં જમીનમકાનની દલાલીનું કામ કરતા એક આધેડની અન્ય એક જમીન મકાનના દલાલે જ સામાન્ય બોલાચાલી બાદ હત્યા નીપજાવી દેતા નવા વર્ષે બનેલા આ હત્યાના ગુન્હાએ પોલીસને દોડતા કરી દીધા છે,

જે ગુન્હો નોંધાયો છે તેના પર નજર કરવામાં આવે તો ગુલાબનગરમાં  વસવાટ કરતા શંભુભાઈ જેસંગભાઈ ડાંગર નામના આધેડ જમીન મકાનની દલાલીનો ધંધો કરે છે, અને તેવો આ ધંધો તે મુકેશ નરશીભાઈ રાઠોડ નામના વ્યક્તિ સાથે મિત્રતા હોય તેની સાથે કરતા હતા, ગઈકાલે મૃતક શંભુભાઈ ડાંગર અને મુકેશ રાઠોડ બન્ને મુકેશના ઘરે ભેગા થયા હતા, અને ભેગા થયા બાદ બન્ને વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી,

ઉગ્ર બોલાચાલી થતા મુકેશ નરશી રાઠોડે શંભુભાઈ પર એટલી હદે ઉશ્કેરાઈ ગયો હતો કે તેને શંભુભાઈ ને પેટ તેમજ છાતીના ભાગે આડેધડ તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી દેતા શંભુભાઈનું મોત નીપજતા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદને આધારે મુકેશ સામે હત્યાની કલમનો ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.