મહિલા તબીબ પર પતિદેવ ગુજારતા હતા અત્યાચાર,મામલો પહોચ્યો પોલીસ મથકે

તબીબ વર્તુળમાં આ મુદા એ જગાવી ચર્ચા..

મહિલા તબીબ પર પતિદેવ ગુજારતા હતા અત્યાચાર,મામલો પહોચ્યો પોલીસ મથકે
પ્રતિકાત્મક તસ્વીર

mysamachar.in-જામનગર

શહેર મા મહિલા તબીબો પતિદેવ ના અત્યાચારોનો ભોગ બની રહ્યાના એક બાદ એક કિસ્સાઓ જે રીતે સામે આવી રહ્યા છે તે ભદ્ર સમાજ કાળીટીલી સમાન હોય તેમ લાગી રહ્યું છે,થોડા દિવસો પૂર્વે પણ એક મહિલા તબીબ એ પોતાના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ મારકૂટ અને ત્રાસ ગુજારવા અંગેની ફરિયાદ નોંધાવી હતી અને તે મામલાએ જામનગર શહેરમા સારી એવી ચકચાર જગાવી હતી એ બનાવ હજુ લોકોના માનસપટ પરથી હટ્યો નથી,ત્યાં જ વધુ એક મહિલા તબીબ પોતાના પતિના ત્રાસ નો ભોગ બની રહ્યાની ફરિયાદ નોંધાવતા તબીબી આલમમા આ મુદો ચર્ચાનો વિષય બન્યા છે,

જામનગરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં રહેતા અને આંખના તબીબ સુમિતાબેન ખત્રીએ પોતાના પતિ જે ખાનગી કંપનીમાં સિવિલ ઈજનેર છે તેની સામે જામનગર ના મહિલા પોલીસ મથકમાં ૧૮ વર્ષના લગ્નજીવનમા પતિ મનોજકુમાર બાલક્રીશન ખત્રી અવારનવાર સુમિતાબેન ને “તુ પુરુ કમાતી નથી,અને તને કમાવવા માટે જ રાખેલ છે” તેવા શબ્દો કહી અને અવારનવાર અનેક પ્રકારના દબાણો કરી અને મારકૂટ કરી દુઃખત્રાસ આપતો હોવાની ફરિયાદ મહિલા પોલીસ મથકમા આઈપીસી કલમ ૪૯૮,૩૨૩,૫૦૪ મુજબ ગુન્હો નોંધાવતા આ અત્યાચારના બનાવની તપાસ મહિલા પોલીસ મથકના પીએસઆઈ યુ.આર.ભટ્ટ અને સ્ટાફના દિનેશભાઈ ચૌહાણ એ હાથ ધરી છે.