Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા કરીમ ઉર્ફે કેઈલો સંઘાર અને આશા ઉર્ફે આસો સામરા લુણા નામના બે શખ્સો ભાગીદારીમાં જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમી બાદ એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાની રાહબરી હેઠળ પી.એસ.આઈ. એસ.વી. ગળચર તથા સ્ટાફ ગુરુવારે સાંજે વાડીનાર ખાતે આ સ્થળે દરોડો પાડ્યો હતો, વાડીનાર ધાર વિસ્તારમાં કરીમ ઉર્ફે કોઈલો અબ્દુલ સંઘાર નામના શખ્સના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવીને ચલાવતા જુગારના અખાડામાં એલસીબી પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં કરીમ ઉર્ફે કેઈલો સંઘાર રહે.વાડીનાર, આશા ઉર્ફે આસો સામરા લુણા, ધના કરસન લુણા, દિલીપ રાયસી વસરા, લખમણ લાખા વાવણોટીયા મોમૈયા ઉર્ફે મુન્નો વેરશી સંધીયા, ગુલામ ગની ગંઢાર, અને ઈકબાલ ઈસ્માઈલ ખફી નામના આઠ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 2.98 લાખ રોકડ, 30,500 ની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા અઢી લાખની કિંમતની એક ઇકો મોટરકાર મળી કુલ રૂપિયા 5,78,500 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉપરોક્ત શખ્સો સામે એલસીબી પોલીસની ફરીયાદ પરથી વાડીનાર મરીન પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. એસ.વી. ગળચર દ્વારા હાથ ધરવામાં આવી છે.