Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ખંભાળિયામાં રહેતી એક યુવતીને પોતાના ઘરે બોલાવી અને તેણી ઉપર દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે ગ્રામ પંચાયતના મહિલા સદસ્યાના પતિ એવા એક શખ્સની પોલીસે અટકાયત કરી હતી. આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા શહેર નજીક વિસ્તારમાં રહેતી 19 વર્ષીય એક યુવતીને ગ્રામ પંચાયતના મહિલા સદસ્યાના પતિ એવા શક્તિનગર વિસ્તારના શીરુતળાવ ખાતે રહેતા જીતુભાઈ બારોટ નામના 42 વર્ષીય એક આધેડે આ યુવતીને મંગળવારે બપોરે સ્કૂલ સાફ કરવા જવું હોવાનું કહી અને પોતાના ઘરે બોલાવી હતી.
જ્યાં જીતુભાઈ દ્વારા આ યુવતી તેમના ઘરે પહોચતા યુવતીનો હાથ પકડી, તેમને ફડાકા મારી રૂમ બંધ કરી અને કપડાં કાઢી, દુષ્કર્મ ગુજાર્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે ભોગ બનનાર યુવતીની ફરિયાદ પરથી ખંભાળિયા પોલિસે બે સંતાનોના પિતા અને ગ્રામ પંચાયતના મહિલા સદસ્યના પતિ સામે આઈ.પી. સી. કલમ 323, 342, 376, તથા એટ્રોસીટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, તેની અટકાયત કરી હતી. આ પ્રકરણની વધુ તપાસ એસ.સી.એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. સમીર શારડા અને ટીમ દ્વારા કરાઈ રહી છે.