કાલાવડ ધારાસભ્ય પ્રવીણ મુસડીયાનો કોરોના રીપોર્ટ પોજીટીવ 

તેવોએ જ આપી આ વાતની પુષ્ટિ 

કાલાવડ ધારાસભ્ય પ્રવીણ મુસડીયાનો કોરોના રીપોર્ટ પોજીટીવ 
file image

Mysamachar.in:જામનગર 

જામનગર જીલ્લાના કાલાવડ વિધાનસભા મત વિસતારના કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણભાઈ મુસડીયાનો કોરોના રીપોર્ટ આજે પોજીટીવ આવ્યો છે, આજે બપોરે તેમનો રીપોર્ટ પોજીટીવ આવ્યા બાદ તેવો તબીબોની સલાહ મુજબ હોમ આઈસોલેટ રહી અને જરૂરી સારવાર લઇ રહ્યા છે. આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યનો કોરોના રીપોર્ટ પોજીટીવ આવતા તેમના વિસતારના મતદારો, સમર્થકો અને ટેકેદારોમાં ચિંતા પ્રસરી છે, જો કે હાલ પ્રવીણભાઈની તબિયત સારી છે.અને તેવો આરામ કરી રહ્યા છે, તેવો ઝડપથી કોરોનાને હરાવી અને ફરી લોકસેવામાં લાગી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.