Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકામાં આ વખતે મેઘકહેર થઇ છે, એવામાં આજે કાલાવડમાં પુલ પરથી રેતી ભરેલ ટ્રક નદીમાં ખાબક્યો હોવાની તસ્વીરો સામે આવી છે. જાણવા મળતી વિગતો પ્રમાણે કાલાવડના મોટી ભગેડી ગામનો મેઈન પુલ વધુ વરસાદને કારણે તૂટી જવા પામેલ હતો, જ્યાં આજરોજ વહેલી સવારે પુલ પરથી રેતી ભરેલ ટ્રક પસાર થતાં જ પુલ પરથી નીચે નદીમાં ખાબકી ગયો જો કે ડ્રાઇવર પોતાની સતર્કતાથી બચી ગયો ત્યારે આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે સત્વરે પુલનું સમારકામ કરવા ગ્રામજનોની માગણી ઉઠી છે.