લગ્ન કર્યાને હજુ તો મહિનાઓ માંડ થયા હતા, ત્યાં જ પતિએ પત્નીની કરી હત્યા 

પત્નીનું માથું ધડથી અલગ કરી નાખી ઘાતકી હત્યાને અંજામ આપવામાં આવ્યો 

લગ્ન કર્યાને હજુ તો મહિનાઓ માંડ થયા હતા, ત્યાં જ પતિએ પત્નીની કરી હત્યા 

Mysamachar.in-અમદાવાદ:

હજુ તો થોડા સમય પૂર્વે જ બન્નેના લગ્ન થયા હતા અને એક વર્ષ પણ પૂર્ણ નથી થયું ત્યાં જ કોણ જાણે લગ્નજીવનમાં શું બાબત એવી બની કે પતિએ પત્નીની જ ઘાતકી હત્યા નીપજાવી...વાત છે અમદાવાદના સાણંદ વિસ્તારની જ્યાં હોળી ચકલા નજીક આવેલા ગઢવી વાસમાં ભાડાના મકાનમાં રહેતા પતિએ પત્નીનું તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી ધડથી માથું અલગ કરી ફરાર થઇ જતાં સમગ્ર સાણંદમાં ચકચાર મચી છે.

ભાડાના મકાનમાં ચાર દિવસ પહેલાં રહેવા આવેલાં કનુભાઈ ઉર્ફે ચકો હિતેશભાઈ ગોહિલ અને હંસાબેન (પતિ-પત્ની)ના લગ્ન થોડા સમય પૂર્વે જ થયા હતા અને અગાઉ સાણંદના કપૂરવાસ ખાતે રહેતાં હતાં, ગુરુવારે સવારે પોણાદસ પહેલાં મકાનમાં દુર્ગંધ મારતાં પાડોશીએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે જઈ ઘરનું લોક ખોલાવીને જોતાં પથારી પર હંસાબેનનું ધડથી માથું અલગ કરી ક્રૂર હત્યા કરેલી લાશ મળી આવી હતી .પતિ મોબાઈલ બંધ કરી નાસી જતાં પોલીસની શંકાઓ પ્રબળ બની હતી. ઘટના બનતાં સાણંદ ડિવિઝનના ડીવાયએસપી કે.ટી. કામરિયા પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ચકો હિતેશભાઈ ગોહિલે હત્યા કર્યાનું સામે આવ્યું છે. મૃતકના ભાઈએ સાણંદ પોલીસમાં પતિ હિતેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જો કે હત્યારો પતિ ઝડપાય ત્યારબાદ હત્યાનું સાચું કારણ શું તે સામે આવે તેમ છે.