મુખ્યમંત્રી આવાસ યોજનાના ફ્લેટમાં ચાલતું હતું જુગારધામ પોલીસ પહોચી....

3 વાહનો, રોકડા, મોબાઈલ સહિતનો મુદામાલ પણ થયો જપ્ત

મુખ્યમંત્રી આવાસ યોજનાના ફ્લેટમાં ચાલતું હતું જુગારધામ પોલીસ પહોચી....
symbolic image

Mysamachar.in-જામનગર

મધ્યમ અને ગરીબવર્ગના લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવે છે, જામનગર પણ આવી જ એક મુખ્યમંત્રી આવાસ યોજના સત્યમ કોલોની એરફોર્સ 2 સામે આવેલ આ આવાસ યોજનામાં જુગારધામ ચાલી રહ્યું હોવાની માહિતી પરથી પોલીસે દરોડો પાડી અને જુગારધામ ઝડપી પાડ્યું છે, પોલીસ ચોપડેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સત્યમ કોલોની એરફોર્સ 2 સામે આવેલ એલઆઈજી વિંગ 2 ના ફ્લેટ નંબર 1204માં રાજેશ ઉર્ફે રાજિયો ડોલી ભીમશીભાઈ વરુ પોતાના કબજામાં ફ્લેટમાં જુગારનો અખાડો ચલાવી રહ્યાની માહિતી પરથી પોલીસે દરોડો પાડી 58,500 રોકડા,8 મોબાઈલ ફોન, 3 વાહનો મળી કુલ રૂપિયા 4.46 લાખના મુદ્દામાલ સાથે નીચે જણાવેલ ઇસમોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે.

- રાજેશભાઇ ઉર્ફે રાજીયો ડોલી ભીમશીભાઇ વરૂ રહે. -એરફોર્સ-2 ગેટ સામે મુખ્યમંત્રી આવાસ યોજના LIG-વીંગ A-2
- રમેશભાઇ નારણભાઇ કરંગીયા રહે. -રડાર રોડ ગોકુલનગર મથુરા સોસાયટી
- રજનીભાઇ વિઠ્ઠ્લભાઇ સાંગાણી રહે. -જનતા ફાટક બાજુમા કૃષ્ણનગર મેઇન રોડ 
- જીવરાજભાઇ જગાભાઇ નંદાણીયા રહે. -હીરજી મિસ્ત્રી રોડ નવા નગર બેંકની આગળ 
- વિપુલભાઇ શંકરલાલ દામા જાતે રહે. -દિ.પ્લોટ -49 આશાપુરા મંદીર પાછળ 
- નીતીનભાઇ કાંતીલાલ વાલંભીયા રહે. -રણજીતસાગર રોડ પંચવટી સોસાયટી 
- રમેશભાઇ કાબાભાઇ દોમળીયા રહે. -બજરંગપુર (વેરતીયા)  ગામમા 
- દીલીપભાઇ રમણીકભાઇ પાંભર રહે. -બજરંગપુર (વેરતીયા)  ગામ તા.જી. જામનગર