Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી કોરોના પોજીટીવ કેસોની સંખ્યા સતત વધી રહી છે, ત્યારે જામનગર મનપાની ગત સામાન્યસભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ મુદ્દે વિશેષ ચર્ચા કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ શક્ય બન્યું નહોતું જે બાદ શાશકો દ્વારા ખાસ રીકવીઝેશન બોર્ડ બોલાવવાની માગણી પર આજે ખાસ સામાન્ય સભા આરોગ્યલક્ષી વિષયની ચર્ચા પર ચેમ્બર ઓફ કોમર્સ હોલ ખાતે મળી હતી, જ્યાં વિપક્ષ દ્વારા પીપીઈ કીટ પહેરી અને અનોખો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો, એ સિવાય સામાન્ય સભામાં શું થયું આ એક વિડીયોમાં આખું ચિત્ર સમાવિષ્ટ કરાયું છે. વિડીયોમાં પહેલું ઈન્ટરવ્યું વિપક્ષ નેતા અલ્તાફ ખફી અને બીજી ઈન્ટરવ્યું કરશન કરમુર ડેપ્યુટી મેયરનું છે.વિડીયો જોવા માટે ઉપર ક્લિક કરો અથવા અમારા ફેસબુક પેજ mysamachar.in ની તુરંત જ વિઝીટ કરો.