જામનગર મહાનગરપાલિકા માં મેયર સહિતના હોદાઓ મેળવવા શરૂ થયું લોબિંગ...!!!!

હોદા મેળવવા માટે કોઈ ગાંધીનગર તો કોઈ દિલ્હી સુધી જઈ આવ્યાની ચર્ચા

જામનગર મહાનગરપાલિકા માં મેયર સહિતના હોદાઓ મેળવવા શરૂ થયું લોબિંગ...!!!!

મહાનગરપાલિકામા હાલમાં ભાજપનું શાશન છે..એવામાં આગામી તારીખ ૧૩ જુનના રોજ મહાનગરપાલિકા ના મેયર,સ્ટેન્ડીંગકમીટી ચેરમેન,ડેપ્યુટી મેયર સહિતના હોદેદારો ની અઢીવર્ષ ની ટર્મ પૂર્ણ થઇ રહી છે...હાલના હોદેદારો ને ગત વિધાનસભાની ચુંટણીઓ ને ધ્યાને રાખી હોદાઓની ફાળવણી કરવામાં આવી હતી..ત્યારે હવે લોકસભાની ચુંટણીઓ ખુબ નજીક છે ત્યારે તેને ધ્યાને લઈને મેયર સહિતના હોદાઓની ફાળવણી થાય તે સ્વાભાવિક છે...એવામાં છેલ્લા કેટલાય સમયથી હોદાવાંછુ કોર્પોરેટરો માં જાણે હરીફાઈ ચાલી રહી છે...પોતાને હોદારૂપી લોટરી લાગે તે માટે જરૂરી લોબિંગ પણ શરૂ થઇ ચુક્યા છે...અને કોર્પોરેટરો નજીકના નેતાઓ પાસે પોતાને લાયક યોગ્ય હોદાઓ મળે તેવા પ્રયાસો શરૂ થઇ ચુક્યા ની ચર્ચા મનપા વર્તુળમાં ચાલી રહી છે

સ્વાભાવિક છે કે જામનગર મહાનગરપાલિકા પર જેમનું હવે સીધું જ વર્ચસ્વ છે તેવા કેબિનેટમંત્રી આર.સી.ફળદુ,ધારાસભ્ય હકુભા જાડેજા અને સાંસદ પુનમબેન માડમનો રોલ પણ હોદાઓની વહેચણી ને લઈને મહત્વનો બની રહેશે..તે દિશામાં નેતાઓ પ્રયાસ પણ કરી શકે પણ જે રીતે સર્વવિદિત છે તેમ અંતે નિણર્ય તો મોવડીમંડળ નો જ માન્ય રહેતો હોવાનું કેટલીયવખત સામે આવી ચૂક્યું છે

હાલ માં મેયર પદ બક્ષીપંચ માટે અનામત હોવાથી મેરામણભાટુ,અને સીનીયર નગરસેવક પ્રવીણ માડમ ઉપરાંત હસમુખ જેઠવા અને કરશન કરમુર નામોની પણ ચર્ચાઓ ચાલી રહી છે..તો ડેપ્યુટી મેયર માં મહિલાને આપવાની  વાત ને પગલે નગરસેવિકા પ્રફુલ્લાબેન જાની,કુસુમબેન પંડ્યા અને ડીમ્પલબેન રાવલ નું નામ ચર્ચાઈ રહ્યા છે....તો મેયર પછી મહત્વનું મનાતા સ્ટેન્ડીંગ કમીટી ના પદ માટે પટેલસમાજમાં થી આવતા  કોર્પોરેટર ને સાચવી તેનું ઋણ અદા કરવામાં આવશે તેવી ચર્ચાઓ હાલ મહાનગરપાલિકા માં ચર્ચા નું કેન્દ્ર બની છે..

હોદા મેળવવા માટે કોઈ ગાંધીનગર તો કોઈ દિલ્હી સુધી જઈ આવ્યાની ચર્ચા

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એવી જામનગર મહાનગરપાલિકામા હોદાઓ મેળવવા માટે કેટલાક કોર્પોરેટરો એ સ્થાનિકકક્ષા એ કોઈ ને જાણ ના થાય તે રીતે દિલ્હી થી માંડીને ગાંધીનગર સુધી ની સફર કરી હોવાનું પણ આધારભૂત સૂત્રોમાં થી જાણવા મળ્યું છે.પણ કોને કેવી અને કોની ભક્તિ ફળશે તે હોદાઓની વહેચણી બાદ જ સ્પષ્ટ થઇ શકે તેમ છે.