જામ્યુકોની ફૂડ શાખા કામગીરીનું નાટક કરે છે,રીપોર્ટ તો કન્ફર્મ જ હોય છે:માડમ 

ખુબ વગોવાયેલ છે આ શાખા

જામ્યુકોની ફૂડ શાખા કામગીરીનું નાટક કરે છે,રીપોર્ટ તો કન્ફર્મ જ હોય છે:માડમ 

mysamachar.in-જામનગર

આજે જામનગર મહાનગરપાલિકા ની સામાન્યસભા મળી હતી,આજે સામાન્યસભાની સાથે સાથે વિપક્ષની માંગણી ને લઈને રીકવીઝેશન સભા પણ મળી હતી,જેમાં વિપક્ષ નેતા અલ્તાફ ખફી સહીત વિરોધપક્ષના કોર્પોરેટરો દ્વારા ટેક્સ,સફાઈ અને પાણીના  મુદ્દાઓ ને લઈને યોગ્ય થવા માટે રજૂઆત કરાઈ હતી,

પણ બોર્ડ જેટલું વિપક્ષ થી ગરમ ના થયું એટલું શાશકપક્ષના સીનીયર સભ્ય પ્રવિણ માડમ ની રજૂઆત થી જવા પામ્યું હતું,પ્રવિણ માડમ એ મનપાની ફૂડ શાખા પર ગંભીર આક્ષેપો કરતાં મનપાની ફૂડ શાખા વધુ એક વખત ઉઘાડી પડી જવા પામી છે,

ભૂતકાળ થી લઈને વર્તમાન સુધીની આંકડાઓ સાથેની રજૂઆત કરતાં માડમે જણાવ્યું હતું કે ચેકિંગ દરમિયાન શા માટે બધું ઓલ ઇઝ વેલ આવે છે,અને ફૂડ શાખાનો સ્ટાફ જાણે ફોટો સેશન કરાવી અને અખબારોમાં ફોટાઓ છપાઈ જાય એટલી જ કાર્યવાહી કરે છે,અને જે જગ્યા પર કાર્યવાહી કરે છે ત્યાં એક સરખા જ છાપેલા જવાબો આપીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહી છે.તો તાજેતરમાં જ દિવાળીના તહેવારો પહેલા જામનગર પોલીસએ હાપા નજીકથી ભેળસેળયુક્ત  માવા અને મીઠાઈની ફેક્ટરી પર દરોડો પાડી અને કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું,પણ નિયમમુજબ પોલીસએ ત્યાં ફૂડ શાખા ને  બોલાવવામા આવતા આ મામલે કથિત મોટો વહીવટ કરી અને આ કૌભાંડ ને દબાવી દેવામાં આવ્યા નો આક્ષેપ પણ પ્રવિણ માડમ એ કર્યો છે,અને પ્રવીણભાઈ એ ત્યાં સુધી કહી દીધું કે ત્યાં ના રીપોર્ટ પણ અન્ય જગ્યાની જેમ યોગ્ય જ આવશે અને તેનું કારણ ત્યાંથી ફૂડ શાખા દ્વારા લેવામાં આવેલ સેમ્પલો બદલાઈ ચુક્યા સુધીનો ગંભીર આક્ષેપ કરવામાં આવતા વાતાવરણમા સન્નાટો ફેલાઈ જવા પામ્યો હતો,

તો ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ ને પણ ને જનરલબોર્ડની આ રજૂઆત બાદ પરસેવા છુટી ગયા છે,આમ દરેક જગ્યાએ માત્ર ફોટો સેશન પુરતી જ કાર્યવાહી કરવામાં આવતી હોવા સાથે આગામી દિવસોમાં વાસ્તવિક ચેકિંગ કરી અને લોકોના આરોગ્ય સાથે થતા ચેડા બંધ કરવામાં આવે તેવી રજૂઆત પણ અંતે પ્રવિણ માડમ એ સામાન્યસભામાં કમિશ્નર ને કરી છે.

આમ ખુબ વગોવાયેલ ફૂડ શાખાને આજે વધુ એક વખત વિપક્ષ નહિ પણ શાશકપક્ષના સભ્ય દ્વારા જ ખુલ્લી પાડી દેવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ હવે આ મામલે કોઈ પગલા લેશે કે પછી જૈસે થે